ગુરુવાર, 25 જુલાઈ, 2013

વિશ્વનું જોડું ...!!

પ્રશ્નોત્તર પારાવાર થઈ અમર થઈ જશે
ઉત્તર ઉતરી કર્મ દાદરે પરમ થઈ જશે

વિશ્વનું જોડું રાધે-શ્યામનું અવતરી જશે
કાવ્યમાં શબ્દ નો અરથ રૂડો સંવારી જશે

બહાર પણ જોયા ને અંદર આવી પણ જશે
પથ્થર જો પરમેશ તો બેય એક થઈ જશે

પથરીલા મા'ણા કુણા ફુલો ઉગાડી ને જશે
નશ્વરતા પામતા પેહલા સુગંધ પાથરી જશે
---રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો