સોમવાર, 26 ઑક્ટોબર, 2015

એક ઘસરકો

કુદરતની પ્રકૄતિ
ચિતરામણી 
અમ આંગણે
----રેખા શુક્લ*****
પર્ણ ખર્યા, પહેલા પ્રગટી ઉઠ્યા !
ઉભા કોઈ બાંડા નિર્લજ વૄક્ષ રૂઠ્યા
---રેખા શુક્લ*******
મુગ્ધ નજરે
પાડ્યા તો ખીલી ઉઠ્યા ફોટોગ્રાફ્સ
વળગી તો પડ્યા શબ્દો આસપાસ 
----રેખા શુક્લ********

જિંદગી ની છાબમાં
માલતીની ફૂલ કોમળી તોય ડંખ કેમ લાગી
કાયાના કોટડે લાખેણા રંગે રંગાણો રે લાગી
----રેખા શુક્લ*****

શનિવાર, 24 ઑક્ટોબર, 2015

ગઝલ ઝરૂખે.....

ગઝલ બેઠી રિસાઈ ને શબ્દ ના ઝરૂખે
માળામાં સૂશે ટહુકો દઈ પલગી ઝરૂખે

પડછાયા થી ડરે આયનો હસ્તો ઝરૂખે
સંવાદી નૈનોમાં પલળ્યા ખ્વાબ ઝરૂખે

ઉગમણી કોરે પહોં ફાટી અજવાસ ઝરૂખે
ઝૂકી ડાળીએ ગઝલ મ્હેંકી નમણી ઝરૂખે
----રેખા શુક્લ

તારા જેવી આંખ લઈને, પંખી જેવી પાંખ લઈને ઉડવું આભ ની અગાશીએ
ચલ રે મનડા ચંદ્ર લઈને કાંક માં  વિહંગાવલોકન કરવું આભની અગાશીએ 
---રેખા શુક્લ

ગુરુવાર, 22 ઑક્ટોબર, 2015

તરસ્યા દેશના અમે

પાનખરી વસંતની રંગોળી ખરી
તરફડી અનોખીની લાગણી ખરી
----રેખા શુક્લ
ક્ષણ હંફાવે યાદોને, છે સદીયોની પ્રતીક્ષા પાંખોમાં
તરસ્યા દેશના અમે બરફના પંખી વસીએ આંખોમાં
----રેખા શુક્લ 
પાંખે થી રે ઢસડ્યા 
આંખુમાં હા પલળ્યા
ભીંજી ને બહુ વરસ્યા
કેટકેટલું કહો તડપ્યા
ધબકી ને રે મલક્યા
અમે વીજુ માં ઝબક્યા
ભીનાશ થી રે છલક્યા
-----રેખા શુક્લ

રવિવાર, 18 ઑક્ટોબર, 2015

પંખ વિહોણુ ...

ઇનહેરીટેડ ટોપલા ના ભાર તળે ગભરૂ બાળ 
મળે છે શું ના માંગ્યા વગર તે કહે સમજુ બાળ

ડેડ ને હતો ડાયાબીટીસ ને મોમ પર આવે આળ
મોમ ને હતું હાઈ બી.પી અણસમજે આવે આળ 

બધામાં આવી ભેળસેળ શીલ જેવા હૈયાળા મા'ણ
ઉપરથી આવ્યા જીવજંતુ લાવ્યા રોગ લે સંભાળ 

પૂર આવે એ પેહલા તો, બંધાતી રેહતી રે પાળ 
કળયુગમાં કોણ કરે માવજત ગભરૂ ચીસોના બાળ
-----રેખા શુક્લ

'સનેડા'





શબ્દો દાણા, કંકુવર્ણા  આવ તને વધાવુ

સ્વરસન્નાટો રણકે મહેંકે અંગે લઈ વધાવુ

-----રેખા શુક્લ
  **************************************

ઉગ્યા અંબોડલે શું ફૂલ કે મિઠ્ઠુમિયાં સે ગપશપ હો ગઈ
ઉડ્યા પંખીડા રે જોયા 'સનેડા' માં દેખ સૂનમૂન હો ગઈ
----રેખા શુક્લ
**********************************
શબ્દો એ તાણી લીધી સોડ, કૈં  જ્યારે જ્યારે ઘાવ રડી પડ્યા
પારેવડી ની પાંખ માં આવભાવ છે જ્યારે ફાટી આંખુએ રડ્યા
----રેખા શુક્લ
*********************************************************************
ઝ્બકી ને મારે આંખ, લ્યો સિતારા ને થયો લવ છે !! 
મૄદુલ હાસ્યે ચાંદનીનો  તીખો ઇશારો, અલગ લવ છે 
---રેખા શુક્લ

મંગળવાર, 13 ઑક્ટોબર, 2015

संगे मरमर

रंगो का तूफान संगे मरमर
सौगात और समजोता सभर
अनोखा बंधन आमने -सामने
कश्मकश रिश्ते आंखोके सितारे

आज ही आजाओ ना...कहोना ! अभी आ जाओ ना
वक्त मिला दे परिंदे और रोश्नी घरकी बन जाओ ना
लाया गया हुं तुम्हारे लिये इस जमीं पे कह भी दो ना
सहमे शीकवे शीशोंकी मुराद लिये अब लौट आओ ना
----रेखा शुक्ला

પીંજરના પગરખાં

નટખટ અંગુરી અંગારે સ્મૄતિપટ ના પડળે 
લાગણીના રેશ્મી ઉમળકે રાધા નાચી ગાય
અભરખાં ના રંગીન શર્માતા પગલે સઘળે થોડામાં ઝાઝી મજાનું ઝરણું થઈ વહી જાય
----રેખા શુક્લ

રણકતાં ધબકાર નો સંગંમ પીંજરના પગરખાં
લાગણીએ અનોખી અદામાં માંડે જિંદગી ડગલાં
----રેખા શુક્લ