સોમવાર, 18 નવેમ્બર, 2013

ડૂબે શબ્દો કિનારે


ખમી જા્ને ઘસારો ઝળકવું તને છે
પંથ જ મંજીલ તોય ભટકવું તને છે

જિંદગી ઝેરીલ પરખવાનું તને છે
ડૂબે શબ્દો કિનારે તરસવાનું  તને છે
.....રેખા શુક્લ

હાથ મે રેત સા ઇસક તેરા...
ઝરા ઝરા જલાયે ઇસક તેરા...
મુજ મે હી ભાગા હૈ કોઈ, ઇસક તેરા...
યે આગ કા દરિયા હૈ ડુબકે જાના હૈ ઇસક તેરા.....
.....રેખા શુક્લ

પદમણી રેહના હૈ..!


પંડ પાથરી પ્રિત પોઢી'તી પરિણિત એ પદમણી
સૈયરું વીંઝણે પવન ચરખો શયને નાર નમણી !
             ************************
યે જુદાઈ કા રંગ હૈ તો બેરંગ હી મુજે રેહના હૈ..
ઔર લોગ સમજતે હૈ સતરંગી મુજે રેહના હૈ..!

---રેખા શુક્લ

રવિવાર, 17 નવેમ્બર, 2013

બાલ કૄષ્ણ ઉભો નટખટ !!


અક્ષર અક્ષર થઈ ગયું દિલ કાવ્ય થઈ ધબકી ગયું
કૄષ્ણ કૄષ્ણ ભજી ગયું તન ભાવ્ય થઈ મહેંકી ગયું !
...રેખા શુક્લ

બાલ કૄષ્ણ વળગી ગયો મુજ હૈયે આવી ઇ વસી ગયો
વિઠ્ઠલ નું નામ દઈ યાદમાં ખોવાણી ને ઇ હસી ગયો
ભાલમાં તિલક ને આંખમાં નૂર વ્હાલમ ઈ રસી ગયો
પીળું પિતાંબર અકબંધ પાટલીએ કંદોરો ખોસી ગયો
અધરો માખણ ને ભોળવતી આંખે મુજમાં વળગી ગયો
પાલવ પકડી ને ઉભો નટખટ કાનમાં હસી ગયો...!!
...રેખા શુક્લ

દાડમ રસદાળ


આજ ને સાંજ છે વક્તમાં રાઝ છે
ભાગી લે પાંખ છે આશમાં સાઝ છે
...રેખા શુક્લ

દાડમ ને ફોલતા વિચાર આવી ચઢ્યો એક રસદાળ
ઉપરથી સુંવાળું અંદરથી દાણેદાણા એના રસદાળ
અંદરબહાર સુંવાળપ ને ઢગલો કચરો એક રસદાળ
કામ વધ્યું ભરપુર તોયે ગુણ રહે એક એનો રસદાળ
...રેખા શુક્લ

શનિવાર, 16 નવેમ્બર, 2013

ઉત્તર જડે


નાળિયેળી ચૂમે આકાશે મૌન અડે
આભલિયાં ચૂમે તરંગે રંગો ઉડે
પારેવડાં ચૂમે ગગને  નજરે ચડે
અધર ચૂમે આંખલડીને ઉત્તર જડે
કાવ્ય ચૂમે પંક્તિ અક્ષરે સીમા નડે
----રેખા શુક્લ

તોફાની એ આવી ત્યારે ....


વાયરો જો વાયો પડઘાયો માત્ર લેશ
તોફાની રમખાણ  અડકી ગયો મેશ
કેહજો ઉભા કરેલ પર્વત ને જઈ શેષ
વરસતી અસ્પર્શ વાદળી ધરીને વેશ 
---રેખા શુક્લ

એને મળવા હું આખી જિંદગી તડપતો હતો,
એ આવી ત્યારે હું લાકડું થઈ સળગતો હતો..
---રેખા શુક્લ

ગુરુવાર, 14 નવેમ્બર, 2013

રાહ નિગલતી હૈં.....


મુજકો કરું મૈં યાદ તો આહ નિકલતી હૈં
રબ્બા કરે અબ ખૈર કે જાન નિકલતી હૈં
તુજકો કરું મૈં યાદ તો વાહ નિકલતી હૈં
બેવફાઈ કરતી જાન  રાહ નિગલતી હૈં
---રેખા શુક્લ


શમ્મા બુઝતી હૈં ચિરાગ ના જલાયા કરો તુમ
યે દર્દ કી ના દવા કોઈ ના દુઆ કરો તુમ !
---રેખા શુક્લ