રવિવાર, 17 નવેમ્બર, 2013

બાલ કૄષ્ણ ઉભો નટખટ !!


અક્ષર અક્ષર થઈ ગયું દિલ કાવ્ય થઈ ધબકી ગયું
કૄષ્ણ કૄષ્ણ ભજી ગયું તન ભાવ્ય થઈ મહેંકી ગયું !
...રેખા શુક્લ

બાલ કૄષ્ણ વળગી ગયો મુજ હૈયે આવી ઇ વસી ગયો
વિઠ્ઠલ નું નામ દઈ યાદમાં ખોવાણી ને ઇ હસી ગયો
ભાલમાં તિલક ને આંખમાં નૂર વ્હાલમ ઈ રસી ગયો
પીળું પિતાંબર અકબંધ પાટલીએ કંદોરો ખોસી ગયો
અધરો માખણ ને ભોળવતી આંખે મુજમાં વળગી ગયો
પાલવ પકડી ને ઉભો નટખટ કાનમાં હસી ગયો...!!
...રેખા શુક્લ

1 ટિપ્પણી: