ગુરુવાર, 21 ઑગસ્ટ, 2014

લાલાશ પારિજાતે..........!!


ઝાંકળ ભીનું ભીનું કરતું મુંગુ મુંગુ વ્હાલ પારિજાતે
શરમના પડે શેરડા ડાળખી સોતી લાલાશ પારિજાતે

બહાર નું આભ અંદર સગપણ બુલબુલ પારિજાતે 
પુષ્પમાળા ના ઢગ ની ઓઢ ચાદર શિવલિંગ પારિજાતે

લહેરખી નો હાથ ઝાલી સુગંધ ચાલી સાસરે ફરી જાતે
મર્યાદા પુરૂષોત્તમ કંઠે લતા થઈ લક્ષ્મી સંગ પારિજાતે
-----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો