ગુરુવાર, 21 ઑગસ્ટ, 2014

કક્કા પાછળ છે પડી બારખડી....



ઘૂંટવા નો પપ્પા નો "પ"ને તેથી પેહલો "મ" મમ્મીનો
રસવઈ દિર્ઘઈ ના દૂધિયા દાવ ને ગોળ ફરી ફૂદરડી
ખળ ખળ વેહતો "ળ" ને "લ" ને વળગે "વ"
"ચ" ચકલીનો ચીં ચીં કરતો, છત્રી એ સંતાકૂકડી
ખડખડાટ હસતા "ડ" ને "ટ" ક્યારેક રમે પકડાપકડી
રૂપાળા " ર" ને માથે ચુંબન કરે "ખ" ની બાજુ કાનો
લખતા આવડ્યુ "રેખા" ડબડબ સરે અડી અડી
આ કક્કા પાછળ પડી રે બારખડી ...કઈ સ્કૂલ માં કયા શિક્ષક ?
યાદ ગઈ કેમ ભૂલાઈ....?? કક્કા પાછળ પાછળ ચાલી
નાજુક બંધને રડી.... ખૂબ વ્હાલી બારખડી  !!
-----રેખા શુક્લ ૦૮/૨૨/૨૦૧૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો