ટગર ટગર ગમતી ખિસકોલી ઉંચી થઈ જોયા કરે
આજુ બાજુ જોઈ રમતમાં રસ્તા ને માપ્યાં જ કરે !
જમતી જાયને ભમતી જાય રોજ કંઈ દઈ લેતી ડરે
ચૂપકીદી થી પટ પટ ભાગે નજર એની ગોતી ડરે!
માપ્યાં કરે કાપ્યાં કરે વખત આવે ઝાંખ્યા કરે
વરસાદી ટપકે ભાગંભાગ શેં દર્દને સાંખ્યા કરે !
...રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો