અવાજો ઉદાસ થઈ ક્યાંક ચાલતા જાય
ઠાઠમાઠ થઈ ઠુમકઠુમક તુ આવી જાય
ઘડિયાળ ચાલે ને કાંટા થંભી જ જાય
લટક મટક ને ધડક ધડક જ રહી જાય
સિતાર વગાડ પ્રસન્નતા પિસરાઈ જાય
રણમાં થઈ બદલી દરિયો અતૄપ્ત જાય
ઘાસ ની તૄષા પ્યાસી પાની છુતી જાય
બદત્તમીઝ દિલ માણી ને સતાવી જાય
ખોળામાંને ખોબા માં પીગળી પલળી જાય
ખરીને તારલો બેસે ને વાદળ છલકી જાય
સંવરી ચાંદની પાછી સંતાઈ મલકી જાય
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો