ગુરુવાર, 3 ઑક્ટોબર, 2013

આંસુ પછવાડે હિંચકું સીંચી સપના તુજમાં


થાંભલીના ટેકે ઝરણું થઈ ને વહું તુજમાં
ધકધક દિલ જોને થઈ ને રહું છું તુજમાં

સુઈશ હિંડોળે તુજની પાંપણે નૈન તુજમાં
પાંખુ થઈ ને વસંત વસતી જાન તુજમાં

છોળો થઈને સાગરની ઉર્મિ થઈ તુજમાં
નયને થઈને આવી શરમ છું હા તુજમાં

સોનેરી ભોર લઈ દિન થઈ ઉગું તુજમાં
શૈશવના ગાલે પારણાંની દોરે હું તુજમાં

વિજળીની આંખે હા વાદળ હિંચે તુજમાં
નેહ-નમી ચાલે ઝરણું વહું ભમું તુજમાં
....રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો