ગુરુવાર, 3 ઑક્ટોબર, 2013

પગરવ "પર્વ"

પગરવ કંકુના પગલાં પાડે 
ભાષા- શબ્દ જીવંત રાખવા
પગરવ નો વરસાદ ઝીલવા
ભાષા અહીં ડગ લો માંડે !!
---રેખા શુક્લ *********
શકીરા ના સુરમય શબ્દો તણી
ઝાંઝેરા મણકાની માળા ભળી
ટીંપુ ટીંપુ પરબ "પર્વ" તણી
સંસ્કૃતિએ ઉજાસ થઈ ભળી   
---રેખા શુક્લ*************
થોડી હોંશીલી ખામોશ ઉમદા શબ્દો મહીં
હરી ચુનરિયાં લઈ આવ્યો "પર્વ" અહીં
"પગરવ" નું રૂપેરી થૈ રણકે નુપુર અહીં
સર્વનો રણકાર રિશ્તો તો પગરવ અહીં
સરગમ સુર મિત્રોનો મીઠ્ઠો પગરવ અહીં 
----રેખા શુક્લ *************
દ્રષ્ટિબિંદુ 'પર્વ'
શબ્દોનું વર્તુળ
પગરવ થઈ સર્વ
---રેખા શુક્લ****************


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો