રવિવાર, 21 જુલાઈ, 2013

કણી પડતી આંખમાં...

શાયરનું ખ્વાબ અધુરં ચૌધવી કા ચાંદ કહી ગયું
એક તણખું જોબ -તુજ જીવન બની રહી ગયું

એક આંખ નો કાંટો જગતે પત્ની બની રહી ગયું
એક તણખું ભુલકું શાણું જીવન થઈ ગયું....!!

હું ને તુજ નો માળો જીવન જો બાગ થઈ ગયું
દાણો દાણો લઈ ગયું મલકતું ગાડુ ભળી ગયું

દોડી દોડી પગરીક્ષા પણ ઘોડા ગાડી રળી ગયું
ભાભી કેહતી વિકટોરીયાં માં મન એનું છળી ગયું

ધુંઆ કાઢતી છુક્છુક કરતી રેલગાડીએ ચડી ગયું
કણી પડતી આંખમાં...બારી એ નજરું થીજી ગયું

ઉપર બેઠી તું પડી હજુ કપાળે નિશાન રહી ગયું
યાદ કર બસમાંથી પડી નિશાન ઢીંચણને મળી ગયું

જેના સહારે જીવન સોંપાણું વ્હાલ જો ભુંસાઈ ગયું
કરજોડ્યા તુજથી બાળક તારું જ છીનવાઈ ગયું

બીજું આવ્યું કે ગયું પ્રેમ દેખાડી ડામ દઈ ગયું
કરમ કહાણી પ્રભુ કૄપાએ રસ્તે રઝળી કળી ગયું
--રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો