રવિવાર, 21 જુલાઈ, 2013

દડદડે ઉદાસી ની ડાળે.....!!

સર્વસ્વ થઈ ગઈ યાદોની આવન જાવન રહી ગઈ
અધીરાઈ ની ગહેરાઈ ના માપ્યા કર 
સાગર તટે ઇંતજારમાં શિલા ના થઈ જાંઉ
પાયલ રણકે ને ચુડી ખણકે
લાગે સાગરની બેચેની થઈ
તારું દર્દ બોલાવ્યા કરે
પલકો અધીર થઈ 
થોડા આંસુઓ એ સપનામાંથી
જગાવી દીધી
તારી વ્યથાનું આવન જાવન 
વધુ એહસાસ કરાવતું રહે
જેને ઢુંઢે છે તે વક્ત-બેવક્ત
શું તારું દર્દ ને મારું દર્દ એક જેવું છે
શું કોઈ ઉંડે ઉંડે ઉંડાણથી
દર્દીલું  રૂદન કરી રહ્યું છે
લે ગિરવે મુક્યું દર્દ પ્રેમ ઉધાર રહી ગયો
આંસુની બુંદબુંદ માળા અટકી લટકી 
દડદડે ઉદાસી ની ડાળે.....!!
......રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો