રવિવાર, 21 જુલાઈ, 2013

ભુલકું છે કે આયનો..?

લતા થઈ કવિતા વળગે ને તું જાઈ નું ફુલ લતા ને વળગે...
કંઈ રીતે રહું તુજ થી હવે અલગ...? 
નથી જાણવો ઇતિહાસ અક્ષર નો નથી આવડતો છંદ- પ્રાસ નો...
હા જ્યાં જોઉ ત્યાં તું ને તું...
ચલ ને હોડી માં દરિયા કિનારે વળગી લઈએ...
વીરડો ઉલેચી તરસ છીપાવીએ...
જો કે વાગ્યા ઘરણી ને ક્રુર ઘા છે ...
તેના અશ્રુ ખોળી લઈએ....
સમંદર જાયન્ટ કબુતરુ ઘુઘવાયા કરે ઘું ઘું કરતું
આ કમ્પ્યુટર મહી ચગળ્યા કરી કવિતા પ્રદક્ષિણા કર્યા કરે ....
ઓળખાણ ની ઉંડી ઉંડી ખાણ...
તને પણ લાગે ઉભરાયા કરે...
હરખના આંસુ નદી થઈ જોને વહ્યા કરે...
ને ખંજન ખાબોચિયે તુજ વ્હાલ ભરે.. 
નાનું ભુલકું હાસ્યની છોળો માં મલકાયા કરે..
ફરી જો ભુલકું છે કે આયનો..? 
ચિત્રપટ ખોળો ખુંદયા કરે...
હું માં તું ભળ્યા કરે....
વ્હાલ મારું છબછબિયે મ્હાલ્યા કરે..!!
----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો