સોમવાર, 29 જુલાઈ, 2013

ઉદ્યાનભવન

શ્વાસ જ્યાં મારો રહે...વાસ ત્યાં તારો રહે
આકુળ વ્યાકુળ ઝાંકળમાં ઝબોળીને !!
એક પગલું કુમકુમ ભરાય, રૂપાળી ભાતે
પોયણી લળી લળી તાળી દે ખડખડાટ....
ખિલતો હાથ જ્યાં ઝલાય ત્યાં આંગળીઓ હસી જાય...
ગેલમાં આવે રૂંવાડા ઉઠાડે આ કેવી જલન ...
મન ની લગન..થઈ ને મગન ..ચરણ ચાલે
કિનારે કિનારે પાંદડીયોનો સળવળાટ....
ને પાંખો નો થરથરાટ....ઉદ્યાનભવનમાં
બંધ બારણે ભમરાં-તિતલીઓનો ગણગણાટ
જિંદગી આખી બાળ્યા પછી શું દાઝવાનું કે દાટવાનું 
....માનવી એ તો મુંગા ચાલ્યાં જવાનું !
----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો