સોમવાર, 29 જુલાઈ, 2013

શમણું

મદિરા છે કે શમણું ભરી મેહફિલમાં આવી ગયું
નંદકિશોર ને બહુ ના પાડી દિલે જો વસી ગયું

રૂપેરી ઘુંઘટ કરી પ્રકાશી રવે પગલી જો ગયું
ફુલ ફુંટે તેમ ઉગી નીકળે કમબખ્ત હરી ગયું

પંખી થઈ બાંધે માળો પટપટ સાંસે ઘુસી ગયું
પકડી હાથ ને લઈ ગયું લુંટી ભરપુર તે ગયું
----રેખા શુક્લ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો