કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
બુધવાર, 28 ઑક્ટોબર, 2015
સોમવાર, 26 ઑક્ટોબર, 2015
ચીલો પડ્યો...
જ્યાં જ્યાં નજર દેખી ઠરી
ત્યાં ત્યાં સુંદરતા ભાળી ફરી
નેટ-જગતે જન્મભૂમિ ઠરી
રંગાયા શબ્દો સૌભાગી ફરી
પ્રેમ અને આદરપૂર્વક વંદુ
નેટ જગતે ઉમટે ટોળા લઈ ને સપના
ગરવી માતૄભાષા
વાચકો સુધી ઉત્તમ સાહિત્ય-સમાચાર-ઘટના ને માહિતી ની પ્રસિધ્ધી જાળવતું 'જન ફરિયાદ'
એકધારી નિષ્ઠાયાત્રા ને પરબ વહી સાંકડી શેરી થી દેશવિદેશ રહ્યું છે વિકસતું 'જન ફરિયાદ'
----રેખા શુક્લ
એક ઘસરકો
કુદરતની પ્રકૄતિ
ચિતરામણી
અમ આંગણે
પર્ણ ખર્યા, પહેલા પ્રગટી ઉઠ્યા !
ઉભા કોઈ બાંડા નિર્લજ વૄક્ષ રૂઠ્યા
---રેખા શુક્લ*******
મુગ્ધ નજરે
પાડ્યા તો ખીલી ઉઠ્યા ફોટોગ્રાફ્સ
વળગી તો પડ્યા શબ્દો આસપાસ
જિંદગી ની છાબમાં
માલતીની ફૂલ કોમળી તોય ડંખ કેમ લાગી
કાયાના કોટડે લાખેણા રંગે રંગાણો રે લાગી
----રેખા શુક્લ*****
શનિવાર, 24 ઑક્ટોબર, 2015
ગઝલ ઝરૂખે.....
ગઝલ બેઠી રિસાઈ ને શબ્દ ના ઝરૂખે
માળામાં સૂશે ટહુકો દઈ પલગી ઝરૂખે
ગુરુવાર, 22 ઑક્ટોબર, 2015
તરસ્યા દેશના અમે
પાનખરી વસંતની રંગોળી ખરી
તરફડી અનોખીની લાગણી ખરી
----રેખા શુક્લ
ક્ષણ હંફાવે યાદોને, છે સદીયોની પ્રતીક્ષા પાંખોમાં
તરસ્યા દેશના અમે બરફના પંખી વસીએ આંખોમાં
પાંખે થી રે ઢસડ્યા
આંખુમાં હા પલળ્યા
ભીંજી ને બહુ વરસ્યા
કેટકેટલું કહો તડપ્યા
ધબકી ને રે મલક્યા
અમે વીજુ માં ઝબક્યા
ભીનાશ થી રે છલક્યા
રવિવાર, 18 ઑક્ટોબર, 2015
પંખ વિહોણુ ...
ઇનહેરીટેડ ટોપલા ના ભાર તળે ગભરૂ બાળ
મળે છે શું ના માંગ્યા વગર તે કહે સમજુ બાળ
ડેડ ને હતો ડાયાબીટીસ ને મોમ પર આવે આળ
મોમ ને હતું હાઈ બી.પી અણસમજે આવે આળ
બધામાં આવી ભેળસેળ શીલ જેવા હૈયાળા મા'ણ
ઉપરથી આવ્યા જીવજંતુ લાવ્યા રોગ લે સંભાળ
પૂર આવે એ પેહલા તો, બંધાતી રેહતી રે પાળ
કળયુગમાં કોણ કરે માવજત ગભરૂ ચીસોના બાળ
'સનેડા'
સ્વરસન્નાટો રણકે મહેંકે અંગે લઈ વધાવુ
-----રેખા શુક્લ
**************************************
ઉગ્યા અંબોડલે શું ફૂલ કે મિઠ્ઠુમિયાં સે ગપશપ હો ગઈ
ઉડ્યા પંખીડા રે જોયા 'સનેડા' માં દેખ સૂનમૂન હો ગઈ
----રેખા શુક્લ
**********************************
**********************************
શબ્દો એ તાણી લીધી સોડ, કૈં જ્યારે જ્યારે ઘાવ રડી પડ્યા
પારેવડી ની પાંખ માં આવભાવ છે જ્યારે ફાટી આંખુએ રડ્યા
----રેખા શુક્લ
*********************************************************************
ઝ્બકી ને મારે આંખ, લ્યો સિતારા ને થયો લવ છે !!
મૄદુલ હાસ્યે ચાંદનીનો તીખો ઇશારો, અલગ લવ છે
---રેખા શુક્લ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)