શનિવાર, 7 જુલાઈ, 2012

આજની સવાર ની જુગલબંધીથી દિલ ખુશ થાય છે...!!


પીડાનો અનોખો વિસ્તાર થાય છે
આખુ, આ નગર અખબાર થાય છે 
ને પછી .... 
ફેલાય છે વાવડ આગની ઝડપે 
ને અફવાનું બજાર ગરમ થાય છે.
પાના ફેરવી અખબાર ના પરોઢીયે,
દિવસ આખો લોકો જોરદાર થાય છે.....
પેટ ચોળીને કર્યું શુળ ઉભું !
ક્યાં સમજદારીનું કામ થાય છે?
અફવા હોય કે છો ને સાચા વાવડ,
વાંચનારા વાંચી મજેદાર થાય છે......
જોઇતા વાંચી સમાચાર છાપા માં,
શોખીનોની નજરો શાનદાર થાય છે...
પીડા તો સઘળી હૈયે ધરબી!
સેહલાઈથી ક્યાં જાહેર થાય છે?
જડ જેવી લાગતી લાગણી ઓ માં પણ
ચેતના નુ ભુંસું ભરી જુઓ વેપાર થાય છે
જ્યારે જુલ્ફો તારી તાર તાર થાય છે...
શુ કહુ આળસ મરડીને ઉગતુ શવાર થાય છે
કાયનાત ની વિશાળતા માં હું તે વળી કોણ ?
મારી પીડાઓ વળી વળી ને શૂન્ય થાય છે !
શુન્યતામાંથી અહીં સર્જન થાય છે..
યાદો નું ક્યાંરેય ના વિસર્જન થાય છે!

પરિચય.......


શબ્દોના જ પરિચય નો સંબંધ છે
લાગણીઓ હ્રદયની હંમેશ અંધ છે
ક્યારેક ખીલે છે ફુલ પાનખર માં
પ્રસંગોને ન હોય બંધ કોઇ સંબંધમાં
ઉર્મીઓના સરવાળાને જાકારાની બાદબાકી
ખુશીઓના ગુણાકારો ને દુઃખની ભાગાકારી
મળશું-મળશું જલ્દી મળશું 
આશની જલતી એક ચિનગારી
પ્રતીક્ષાની પળોને ઝાંઝવાના નીર
ઉમટતા તરંગો ને હૈયાની કિનારી
માન્યું સુખ નું ઝાડ ને બાંધી પાળ રૂપેરી
આશાના બિલિપત્રો ને હકીકત ના મહેશજી
શ્વાસ ના શ્લોકોના રૂપકડાં ધર્યા ફુલો
સંબંધોની પુજામાં પ્રસંગોની યાદગારી
-રેખા શુક્લ

શુક્રવાર, 6 જુલાઈ, 2012

दिल के शिशे का तुटना....


बसती दिलकी लुंट जाना
जिस से आंखे चार होना
झुले पे उस्का लेटे-लेटे 
पैरों के घुंघर की आहट का सुनना
झुडे मैं गजरोंका महेंकना, 
वो मेंदी के गहेरे रंग का देखना
वो गोरे हाथों से उंगलि चबाना
उल्जी लटों को यु संवारना, 
पथ्थर सा पुत्ल मुजे देख कर
किताबों का हाथो से गिरना
दिल तो गया ,दिल तो गया..
सांसो का मिलना -महेंकना
सोचा न था खुन बहाकर वफा का बेहना
बेवफाई तेरी देख कर दिल के शिशे का तुटना
उस्के हिस्से मे रोशनी का आना,
ख्वाहिशोका खुन छोड कर जाना...
दोस्ति की तुने दुश्मनों से
देखो वो गया मेरे कातिल का जाना
देख कर के तबाही मेरी उनके
दिलका चमन का खिलना
क्यों लगाया पैड अपने आंगनमे.
फुलो कि जगा कांटे दामनमे
महोबत का क्युं  ऐसा दस्तुर का होना??
जीसे दिल चाहे दुर उसको रखना..
जरा सी लगे ठेस, दिलका चकनाचुर होना..
---रेखा शुक्ल

મંગળવાર, 3 જુલાઈ, 2012

नग्मे...शामकी कैसी महेरबानीयां....!!!


नग्मे दिल के गाये दर्दे बेकरार दिल
खुशी के साझ मै ही दिल के राझ है
इशारे चिराग और रोशनि पे नाझ है
बेकरारि दिल्कि लिये नग्मे दिल है
-रेखा शुक्ल


रुस्वाइयां शामकी कैसी महेरबानीयां
सबकी है कैसे वादो की ये कहानियां
लाती है रंग इश्क मै यु जवानियां
अंदाज ये कहे मुजसे मेरा ही रवैया
शोलोसे लिपटी आग कैसी परछाइयां
झख्मोंसे भरी सांसे करे रुसवाइयां
-रेखा शुक्ल

થનગન અંતાક્ષરી...!!!


વેલો થઈ ને ફાટી નીકળ્યા બીજ જુના સંગીત ના
રસપાન અંતાક્ષરીની કુંપણે ફુટ્યા પાન શબ્દના
સાત સુરનું ચોફેર મધુર... સંગીત ગુંજન ડરના
સળવળી બેઠું થઈ સંગીત શબ્દસુર ને લયના
દર્દ નો વહી જાય.... દરિયો ઉભરાઈ જાયના 
ભુલી રે પડી રંગ બજારે કેસુડો રંગી જાયના
પ્રાણ ને પ્રક્રૂતિ છોડી કદીયે ભાગી જાય ના
ઇરછાના મુળીયા ઉંડા વેલે વગડો થાય ના
પત્ત્તાના એક મહેલની.. અગાશીએ છોરી ના
પગનું ઝાંઝર બટકબોલુ હરખ કૈં માય ના
ઘમ્મર ઘાઘરીએ ઘુઘરી ફરતી સરી જાયના
મન-મયુર નાચે થનગન થનગન થાય ના
---------રેખા શુકલ

સોમવાર, 2 જુલાઈ, 2012

ગયું છે...


આજે શ્વાસમાં કંઇક ભરાઈ ગયું છે..
ચંદ્ર પુકાર થી બસ છેડાઈ ગયું છે...
સામા મળ્યા સાદ ને જોડાઈ ગયું છે..
આવું જોડાણ ક્યાંથી સંધાઈ ગયું છે...
મળ્યા વગરેય સાદ થી લજાઈ ગયું છે...
-રેખા શુક્લ

ખરેલા પુષ્પ....


ખરેલા પુષ્પમાં મારે સુગંધ ખોળવી શે ને?
પડ્યા અશ્રુઓમાં હાસ્ય શોધવું શે ને?
અંગાર હાથમાં લૈ કેમ છો? પુછવું કે મે?
ખાલી કેનવાસના ચિત્રને જીવંત કરવું કે મે?
ખર્યા તારલા ઝાંઝા સુર્ય ને ગોતવો શે ને?
કટાર મ્યાનમાં રહે કાયા ધરતી પર ઢળે
વધે ટહુકારા ત્યાં ઉંહકારા સહેવા શે ને?
રૂંધાતા શ્વાસ ને રોકી ને મારે આપવા કોને?
---રેખા શુક્લ