મંગળવાર, 3 જુલાઈ, 2012

થનગન અંતાક્ષરી...!!!


વેલો થઈ ને ફાટી નીકળ્યા બીજ જુના સંગીત ના
રસપાન અંતાક્ષરીની કુંપણે ફુટ્યા પાન શબ્દના
સાત સુરનું ચોફેર મધુર... સંગીત ગુંજન ડરના
સળવળી બેઠું થઈ સંગીત શબ્દસુર ને લયના
દર્દ નો વહી જાય.... દરિયો ઉભરાઈ જાયના 
ભુલી રે પડી રંગ બજારે કેસુડો રંગી જાયના
પ્રાણ ને પ્રક્રૂતિ છોડી કદીયે ભાગી જાય ના
ઇરછાના મુળીયા ઉંડા વેલે વગડો થાય ના
પત્ત્તાના એક મહેલની.. અગાશીએ છોરી ના
પગનું ઝાંઝર બટકબોલુ હરખ કૈં માય ના
ઘમ્મર ઘાઘરીએ ઘુઘરી ફરતી સરી જાયના
મન-મયુર નાચે થનગન થનગન થાય ના
---------રેખા શુકલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો