શનિવાર, 7 જુલાઈ, 2012

આજની સવાર ની જુગલબંધીથી દિલ ખુશ થાય છે...!!


પીડાનો અનોખો વિસ્તાર થાય છે
આખુ, આ નગર અખબાર થાય છે 
ને પછી .... 
ફેલાય છે વાવડ આગની ઝડપે 
ને અફવાનું બજાર ગરમ થાય છે.
પાના ફેરવી અખબાર ના પરોઢીયે,
દિવસ આખો લોકો જોરદાર થાય છે.....
પેટ ચોળીને કર્યું શુળ ઉભું !
ક્યાં સમજદારીનું કામ થાય છે?
અફવા હોય કે છો ને સાચા વાવડ,
વાંચનારા વાંચી મજેદાર થાય છે......
જોઇતા વાંચી સમાચાર છાપા માં,
શોખીનોની નજરો શાનદાર થાય છે...
પીડા તો સઘળી હૈયે ધરબી!
સેહલાઈથી ક્યાં જાહેર થાય છે?
જડ જેવી લાગતી લાગણી ઓ માં પણ
ચેતના નુ ભુંસું ભરી જુઓ વેપાર થાય છે
જ્યારે જુલ્ફો તારી તાર તાર થાય છે...
શુ કહુ આળસ મરડીને ઉગતુ શવાર થાય છે
કાયનાત ની વિશાળતા માં હું તે વળી કોણ ?
મારી પીડાઓ વળી વળી ને શૂન્ય થાય છે !
શુન્યતામાંથી અહીં સર્જન થાય છે..
યાદો નું ક્યાંરેય ના વિસર્જન થાય છે!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો