ગુરુવાર, 12 સપ્ટેમ્બર, 2013

પલળતા જ દાંઝ્યા

નરસરીમાં ટેરવે ફર્યા કરે, આવી અડપલા કર્યા
બિરાદરીમાં ભમવા સુર્ય ને કેદ કરી પાંપણે ઠર્યા
વળાવે નજર તોય નજર ઉંચી તાંપણે આંસુ સર્યા
પલળતા જ દાંઝ્યા અસર જોઈ મહીં આંખે ઠર્યા
તરસની છૂપી ઉદાસીને સખી વેદના સાથે કર્યા
લોહીલુહાણ પ્રશ્નો ના કાતિલ જવાબો જઈ ઠર્યા 
પલળી ગયા તસ્વીર જોઈ તસ્વીરે છત્રીમાં કર્યા
દોડ્યા કરી વહ્યા કરી એક નદીમાં જઈ ઠર્યા !!
---રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો