શુક્રવાર, 2 ઑગસ્ટ, 2013

ભીતર અડી લે અહીં નહીં......

ભીતર લાગણી નો મંદમંદ કલશોર
પ્રિય મને ના છેડ અટક રે ચિતચોર
--રેખા શુક્લ
ટહુકાવી લે ગગન ઉડી લે
પિંજરે લગન છેને અડી લે
મનહરે માધુર્ય માં જડી લે
ફાગણ નું છું ફુલ તોડી લે
---રેખા શુક્લ
ફળિયું ગાતું ગાન અહીં
પારણિયું મસ્તાન અહીં
બારણે  ગુનગાન અહીં
ભીંતરીયું મુસ્કાન અહીં
--રેખા શુક્લ
રટણ ઋણ ચુકવાય નહીં.  ..ખોઈ મૌજ સાહિલ  મહીં
રઘવાયા થઈ જીવાય નહીં...સોઈ શામ સાહિલ મહીં
...રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો