શુક્રવાર, 2 ઑગસ્ટ, 2013

રિચાર્જ કરીને રામરામ

પાંગરી જાય છે હૈયું રિચાર્જ કરીને 
ઝાંકળ ભીની પરોઢી શૈયે ચાહ થૈને
.....................................
પોપટ વસે સિંડ્રેલા ના વસવસે
છે કોથળો હાડચામ નો વખવખે
........................................
પૂર્વે રહીને પરપોટાનું ઝાંકળબિંદુ થાવું
કાવ્ય કૂંપણે મોરલી સંગે મીઠ્ઠું ગાવું !
એજ ભીડમાં નારીના પાલવડે બંધાવું
જેને દીઠે નેણલાં ઠરે હરિહરનું સંધાવુ
............................................
આભને ઝરૂખડે મુજ બાલમ તો રાજ્જા
ટકોરા મારે આભલે પતંગી તો રાજ્જા
............................................
સનાતન લયમાં બારમાસી નું થાવું
નવા વરસના રામરામ બારણીએ આવું
..........................................
બહેનડી પૂછતી ખબરાંતરમાં રડવું
દસ કાગળીયે અક્ષરોનું ટપટપ પડવું
અક્ષર ભીના ખિસ્સે તડકો ગોઠવું
બે લીટીના વચ્ચે ઝાંખપનું સંતાવું
.......................................
કૂંપણ કેહશો તો વાદળીયું રોવાનું
મંદિર શરણે રાહ જોયા કરવાનું
ક્રિશ્ન  રંગે રાજી આમંત્રણ ગણવાનું
બિયું બને શબ્દ પાંગરે કવિતાનું !
નયન કક્ષે દર્પણ વિદાય થઈ જાવાનું
પ્રિતમ મધુવન સાગર સંગે તરવાનું
--રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો