શનિવાર, 6 જુલાઈ, 2013

"બાબો"

"બાબો" કેહતા ને હું ખુશ ખુશ દોડી જાતો. ....બા નો વ્હાલો..બા બધાને એમના નામથી બોલાવે પણ મને "બાબો" જ કેહતા ..જોકે મારું નામ કંઈ બાબો ન્હોતું હા પાંચ વરસ સુધી બાબરી ન્હોતી ઉતરાવી તે એક પોનીટેલ વળાતી...ને કોઈ વાર ખુલ્લા પણ રાખે ...બાબો તો મારું હુલામણું નામ હતું...સાંભળ્યા છે પપ્પાને પણ "ભાઉ" જ બધા કેહતા...ને પછી પાછળ ભાઈ લગાડી દેતા. ટુંકમાં બધાનો વ્હાલો વ્હાલો ...બધા મારા થી ખુશ ને બધા ને કરું હું ખુશ....નાનપણ નું હુલામણું નામ અગ્નિદાહ દેતા સમયે જાણે કાનમાં ગુંજી ઉઠ્યું ..'બાબા' હું જાંઉ છું હો સાચવજે બાબા...!!
ગળગળો સમય ઉભો થયો ચાલ્યો ગયો પણ સાથે બા પણ લઈ ગયો....હવે 'બાબો' કેહનાર કોઈ રહ્યું નહીં...ભલે ને પછી બાબાકાકા, બાબાભાઈ, કે ભાઉભાઈ નામ હોય પણ 'બાબો' તો હું મારા બા નો જ ને સાચું કહું છું હો....પ્રફુલ્લ છુ , હું હિમાંશુ છું, હું બાબાકાકા છું પણ સૌથી પેહલા તો મારા બાનો "બાબો" છું...શું લાગે છે તમને હં....હા આ રીતે જ ઘણી "બેબી" બની ને રહી ગઈ છે.
પછી બેબીબેન, બેનીબેન, બચુબેન, મોટીબેન, નાનીબેન ને બાકી રહી ગયું હતું "બબલી" બેન પણ સમાઈ ગયા આ હુલામણાં નામના ઢગલાં માં જ. પપ્પાને કાકા કેહ્તા ને મમ્મી ને બેન .....મને આ ગુજરાતી ઓ ઉપર અઢળક વ્હાલ આવી જાય છે હો....
----રેખા શુક્લ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો