શનિવાર, 6 જુલાઈ, 2013

હસ્તાક્ષર થૈ હિંચતી'તી

શાંત ઝરૂખે ભીની લાગણી ધડકને ઝબોળી'તી
ખળખળ વહેતી અંતર પાને હળવે ભીંજાતી'તી
મેંદી હાથે આંખે કાજળ સ્વપ્ન મહેલે મ્હાલી'તી
અંધિયારા જગતે અક્ષરસાદે ફોરમે ખિલતી'તી
સુરસરગમ પ્રહર વિતે હસ્તાક્ષર થૈ હિંચતી'તી
હંસલી ચાલે હ્રદયે વસી રાણી થૈ રિસાતી'તી
હીરલે મઢેલ વીટીંયુ ને કબ્જે ખાંપુ ચુમતી'તી
એક સુરીલી બંસરી વાગે કોયલ કંઠે ગાતી'તી
---રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો