શનિવાર, 6 જુલાઈ, 2013

સવાર રોજ ચડે છે

અધુરા રાખ્યા આપણ ને પુર્ણ ની તલાશમાં 
-રેખા શુક્લ

ટેરવે ઇશારો થઈ અડે છે સવાર રોજ લડે છે
ભળાય નશો તો રડે છે સવાર રોજ ચડે છે
પંછી સંગ રંગે ઉડે છે સવાર રોજ જડે છે
બની ઝાંકળ જો રડે છે સવાર રોજ પડે છે
----રેખા શુક્લ 
વેચાઇને અહીં ઇરછા સર્યા કરે ઉલ્લાસ
ગુલમહોરના ટેકરે ખર્યા કરે  વિશ્વાસ 
--રેખા શુક્લ
ટપક્યાં મોતી મુંછે બાથંબાથ ફરકી ગઈ !!
---રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો