રવિવાર, 25 ઑગસ્ટ, 2013

રહેવા દો ...રહેવા દો...!!

જોઈ જાત જાતના રંગબેરંગી ફુલો
સાચા ફુલની થઈ સુગંધ રહેવા દો

નવાનવા શેમ્પુ હવે મળે છે બધે
અરીંઠાથી ધોયા વાળ રહેવા દો

પરાયા ને જ્યારે માન્યા પોતીકા
કોણ રહ્યું અળગું વાત રેહવા દો

અક્ષાંશ રેખાંશ પડ્યા સમાંતરે
રોવા પૄથ્વી ગોળ ખુણો રહેવા દો

જોહરી સાચા દીઠે તો બોલાવો
જુઠાના ભાવ આસમાને રેહવા દો

શીખવાય ના કવિતા કહો તો ય
કળ વળે રૂઝાય ઘાવ ના રહેવા દો
----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો