શનિવાર, 1 જૂન, 2013

અંતઃકરણના આશિષ

તું કહે તરો ને તારો સંસાર છું...
 હું તારા જીવન નો કંસાર છું....
મા નું તું ક્રિશ્ન નો આકાર છું... 
ભળી તું રાધા નો આધાર છું !!
--રેખા શુક્લ

સાવજને અટકીને બોલતા જોયો 
અવાજને ભટકીને ગુંજતા જોયો

રખડું ચાંદલિયો રડતા જોયો !!
ગરમી માં ટાઢો તપતા જોયો !!

આલિંગન દઈ શાંત થયો !!
ભારેલો અગ્નિ થઈ કાંત જોયો !!
--રેખા શુક્લ

તારી બેબસીને લાચારી 
તડપાવે છે મુજને દંશ દઈ
પડછાયા ને ક્યાંથી કરું અલગ 
સતાવે છે શાને અંશ થઈ?
--રેખા શુક્લ

કાવ્ય માં મુજને તું માપજે કદી
અક્ષરો ના પોલાણે નાપજે કદી
બે લીટી ની વચમાં રાખજે કદી
ભળ્યા વગર તું જરા રાખજે કદી
જીન્દગી ની સમજ તું ચાખજે કદી
ભુલુ ભાન જોઈને તો આવજે કદી
--રેખા શુક્લ

હા તારા અંતઃકરણના આશિષ આંગણે વરસ્યા છે
જીવનના બાગના ફુલ થઈ ને શ્વાસે વસ્યા છે !!
--રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો