શનિવાર, 1 જૂન, 2013

ઘાયલ ટટ્ટાર અડપલા...........

રહેવા દેને કરવા અડપલા; 
મુજમાં આવી વ્હાલા !
કબરુ-ધુળ રાહે પગલાં; 
મુજમાં આખી વ્હાલા ! 
--રેખા શુક્લ

અળગાં અણધારી ડગલાં
ગળે વળગતા જગ માં
ફણગાં ફુટતાં પરપોટા
ભળે સળગતા રગ માં
....રેખા શુક્લ

અંત માં ઘાયલ પ્રહાર થાય
શરૂઆત દર્દ નું પ્રેમ થાય !
જીવન-મ્રુત્યુ નું કારણ થાય
....રેખા શુક્લ

પાણી શાવરહેડ નું; 
ડબડબ ધડધડ રડ્યું
ખુલ્લુ ખુલ્લુ હસ્યુ; 
નાચતું વદને પડ્યું !
મણ મણ આંસુ રેડ્યું; 
ત્યારે કણકણ ભીંજ્યું
...રેખા શુક્લ

છુપાછુપી નો સ્પર્શ; 
ફુંકાઈ ગયો કાને
ને રૂંવાડા ટટ્ટાર;
સાવધાન થઈ ગયા !
 ...રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો