બુધવાર, 2 જાન્યુઆરી, 2013

પ્રેમ એટ્લે બસ પ્રેમ...


ફુલ ફુલ શબ્દોને માળા કવિતાની ગુંથાય એટલે પ્રેમ.... 
વ્હાલ વ્હાલ માં મ્હાલ મ્હાલ ચાલ મળ આસ પાસ એટ્લે પ્રેમ...  
મોહક મન ને સુર સંગીત મળે એટ્લે પ્રેમ ...
ટહુકે બેસે મોરલા ને ફુદડીયો ફરે ઢેલ એટ્લે પ્રેમ.... 
પિયુ પિયુ બોલ્યા કરે તલ્લીન વાંસળી વાગ્યા કરે એટલે પ્રેમ... 
સતત ઝરણું બની રક્તસંગ વહ્યા કરે એટ્લે પ્રેમ ...
પ્રભુ ની પેહ્ચાન માણસ ને લાગણી નો સાથ એટ્લે પ્રેમ...
સંસ્ક્રૂતિ ને સંસ્કાર પ્રેમ, અનુભુતિને સંવેદના પ્રેમ...
કુદરતનો કરિશ્મા ને શુખ્ષ્મ સર્વત્ર ઝળઝ્ળે આંખે એટ્લે પ્રેમ ... 
રોજ રોજ આવે ને મળે તોય આવે યાદ એટ્લે પ્રેમ .... 
સામે ના હોય ને હસવું આપે તારી યાદ એટ્લે પ્રેમ..
ઘુંઘટ્માં મરક મરક મુસ્કાન ને બંધ આંખે આવકાર એટલે પ્રેમ...
--રેખા શુક્લ 

1 ટિપ્પણી:

  1. રોજ રોજ આવે ને તોય સાંભળવો ગમે સાદ એટલે પ્રેમ ..!
    કોઈ શરમાય ને કોઈ ભરમાય એટલે પ્રેમ ...!
    સૂરને સાજ ને શબ્દને આવાજ મળે એટલે પ્રેમ ...! મોર ટહુકે છે સૌ કોઈ માટે પણ એ ગહેકે કોઈ એક માટે એ જ પ્રેમ
    વાંસળીના સૂરમાં બહેકી , થાય કોઈ વહેતી એટલે પ્રેમ ...!
    વહેતું ઝરણું બને નદી, સમંદરને ભેટવા રહે થનગની એટલે પ્રેમ !
    ઇન્સાન જ લાગે ઈશ સમાન એટલે પ્રેમ ...!
    અંતરના ઓરડાની સંવેદના, આંખના દ્વારે ડોકાય એટલે પ્રેમ !
    એક આહ ક્યાંક નીકળે ને અંતર આખું ખળભળે એટલે પ્રેમ ..!
    રોજ રોજ આવે ને તોય સાંભળવો ગમે સાદ એટલે પ્રેમ ..!Magan Makwana

    જવાબ આપોકાઢી નાખો