શનિવાર, 5 નવેમ્બર, 2011

જોયો સાવ એકલો દરિયો..


અમારી ટચુકડી બારીએથી માનવીઓના મધુવનમાં
જોયો સાવ એકલો દરિયો...

ચેહરાઓના વનમાં અમારો આસપાસનો રસ્તો
નાના-મોટા પગલાંથી પંથ એક ફૂટ્યો...

સમી સાંજની હરિયાળીમાં ભૂરા આકાશની આશામાં
લઈ તડકાનું ચોસલું..બે બટકાં ભરી લંઉ...

ને પેલા વરસાદથી ધરતીની સોડમ જરા ગટગટાવી લંઉ...
મન ની પાર ને પેલે પાર..! 

માણસને ગમે તેવું વાણીનું વૃક્ષ એક ઉગે..
ને શબ્દ મારો બને પારસમણિ...

પહોંચવાનું અક્ષરથી ઈશ્વર સુધી...
આયુષ્યની અયોધ્યામાં વ્યક્તિ અને અભિવ્યકતિ...

રેશ્મી ઋણાનુબંધ બને ખડક અને દીવાદાંડી...
તસ્વીરનું તીર્થધામ ને પ્રતીક્ષાના ઝરુખે દીવડી... 

રેખા શુક્લ (શિકાગો)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો