મંગળવાર, 12 માર્ચ, 2019

ચૂંટ્ણીમાં .. !!

દેશપ્રેમી મગ્ન નાર નવેલી  મોહિની મલપતી નાર
ત્રિરંગા કોતરણી એ ને કાંગરીએ ફરકાવે નાગર નાર

પરપોટાને ફીણ ભાસતાં ભાગે જૂઠા ચૂંટણીએ જોઈ નાર
તલવાર ભાષિણી ચાલ ટહેલતી કરે ફેરવી નજરિયો વાર

ધારદાર વાક્યો શૂરવીર ફરતી ફૂદરડી ફળીયામાં નાર 
બિરદાવે દેશભક્તિ અગણિત 'કેસરિયાં'પાળિયામાં નાર 
---રેખા શુક્લ

હું પ્રક્રુતિ પર્ણ પ્રસુતિ- કોન્સટન્ટ સર્વેલન્સ


ગીફ્ટ ડ્રોપ્સ ફ્રોમ સ્કાય
સ્નોફ્લેસ્ક ઓફ મર્સી ફ્રોમ સ્કાય

મેઘધનુષ્યને લાગે ભોંઠપ
જોઈ ફૂલોના રંગોમાં

પહેરી પાંખો ઉડે સ્વપનિલ
સૌંદર્ય કેશીની મોહિનીમાં

રણકી ઉઠે  નૂપુર પાયલે
પડતા શેરડાં શર્મિલા ગાલમાં

હું પ્રક્રુતિ પર્ણ પ્રસુતિ,
વસંત વાવુ ફળિયામાં

રંગ બહાર ને બાગ પુષ્પના
સંગીત વાવું કર્ણમાં

છલક છલક છલકાંઉ
ગગરી થનથન આંગણમાં

નાચુ ભૂલાવું ઉમ્ર ચુરાવું
સમજણ વાવું જીવનમાં
----રેખા શુક્લ 

પીક્યુલર ઇમેજીનેશન....માં

No photo description available.
૯૦% ખુશાલી ચીલો પાડવામાં 
૧૦% સંગ ભળે તાલી ખુશીમાં

વિચારકોના કંઠ ઉષ્માની રૂહમાં
રંગ ઝરૂખે મસ્તાની રહે ખુશીમાં

કંકાવટીમાં મલકી રહે શબ્દમુદ્રામાં 
પરિચય દ્ર્શ્યોની ઝલક પરંપરામાં

નજરની છે સાક્ષી મુજ યાત્રામાં
પ્રશ્નોના પ્રશ્નો વસે ક્રિયા પ્રક્રિયામાં

પૂરપાટ વહેતા વાહને કૂતુહુલતામાં
કણસતુ દર્દ જાય ભૂલાઈ ભવ્યતામાં

પલાઠી પરોઢી છે અજવાળી ઉષામાં
રંગરંગી ઝાલર તાણી વાદળે સંધ્યામાં

રક્તમાં ડૂબી શબ્દો દિપાવ કાગળમાં
હ્રદયને આંસુ આવે જો ટપકાવ કલમમાં

ફ્રી ફોલિંગ સળવળે લિવિંગ રિલેશન્સમાં 
ડાય  હાર્ડ "જીવન" રોજરોજ ખોળિયામાં

પીંછુ ફેરવે હસી તું ભળી વળી કાવ્યમાં 
કૄષ્ણ તું જગતે વસ્યો માત્ર રૂડી રાધામાં
---રેખા શુક્લ 

મંગળવાર, 5 માર્ચ, 2019

'માલિક'


નમુ નમો નદી વંદી
પર્વત પર્વત હર ઘાટી ચીરે ધાર નદી 
જીવે પરમેશ્વર કરે પ્રાયશ્ચિત જીવ નદી
---રેખા શુક્લ
અવંતિકા
કહે તું વીરગતિ અંગારે
નેકદિલ રફ્તાર સંવારે
---રેખા શુક્લ
મનમોહક 'માલિક' કી મૈં મીટ્ટી કી દેન !!
બન નીડર શોર્યગાથા સાંવરા તુ મેરા
જાન ડગર પરિ-કથા બાવરા તુ મેરા
---રેખા શુક્લ

શુક્રવાર, 1 માર્ચ, 2019

तमन्ना के एहसास...!!



सपने खरीदे क्या क्या खिस्सा
मांगी दुआए मान के हिस्सा
दुनिया दिखाती हैं क्या क्या किस्सा
सरकते रहे लहु के आंसु लिस्सा
---रेखा शुक्ला

શનિવાર, 23 ફેબ્રુઆરી, 2019

શબ્દસલામી

મુઠ્ઠી ભરી ને ચાલો વાવીએ ઝંખના; બળી ગગનચૂંબી કવિતા
સીમ ભરી ઉગાડો લીલાશ; માનવતા ઝંખતી કસૂંબલ કવિતા
ખોબો ભરીને શમણાં પી ને હવે; માંગ રાષ્ટ્રઆરાધની કવિતા 

રોમ રોમ માણ ફુટયું આકાશ; સીમા પર માંગે હિસાબ કવિતા
ઉત્સાહના મણકા માતૄભાષે; દઉ શબ્દસલામી આક્રંદ એક કવિતા
પૂર્ણિમા ની ડાળે ઝૂલે ઝૂલી; ટહુકા કરતી થનગની એક કવિતા

નાગરિકો અને સૈનિકોનું કરે ભવ્ય સન્માન; સ્પષ્ટતા એક કવિતા
કરૂણતા અને સંવેદનશીલતા થી; પરોવી રૂવે શબનબી કવિતા 
રૂપ રંગ રસ થી છલકે મધુરી; અલૌકિક  કાવ્યલોકમાં કવિતા
---રેખા શુક્લ 

મંગળવાર, 19 ફેબ્રુઆરી, 2019

જય જવાન

મહેફિલ નો ભરમ 'રાખ' જય જવાન "મા" ની લાજ રાખે !!
મેરે દેશ કે વીર જવાનો સો ગયે, ખરીદાર એક 'રાખ' માને 
તપી લોહિયાળ ધરતી જય જવાન આઝાદીની રસીદ માંગે
શબ્દ મારે બૈગાને બનકે; તરફદારી માતૄભૂમિ શરણ માંગે
ફરિશ્તો કી નજર રોનકે બાજાર, ગવાહી જીસ્મ જમાના માંગે 
આઝાદી કે ગમ ને મારા સરેઆમ, જનૂને જખ્મ મરણ માંગે 

---રેખા શુક્લ 
Photo