
૯૦% ખુશાલી ચીલો પાડવામાં
૧૦% સંગ ભળે તાલી ખુશીમાં
વિચારકોના કંઠ ઉષ્માની રૂહમાં
રંગ ઝરૂખે મસ્તાની રહે ખુશીમાં
કંકાવટીમાં મલકી રહે શબ્દમુદ્રામાં
પરિચય દ્ર્શ્યોની ઝલક પરંપરામાં
નજરની છે સાક્ષી મુજ યાત્રામાં
પ્રશ્નોના પ્રશ્નો વસે ક્રિયા પ્રક્રિયામાં
પૂરપાટ વહેતા વાહને કૂતુહુલતામાં
કણસતુ દર્દ જાય ભૂલાઈ ભવ્યતામાં
પલાઠી પરોઢી છે અજવાળી ઉષામાં
રંગરંગી ઝાલર તાણી વાદળે સંધ્યામાં
રક્તમાં ડૂબી શબ્દો દિપાવ કાગળમાં
હ્રદયને આંસુ આવે જો ટપકાવ કલમમાં
ફ્રી ફોલિંગ સળવળે લિવિંગ રિલેશન્સમાં
ડાય હાર્ડ "જીવન" રોજરોજ ખોળિયામાં
પીંછુ ફેરવે હસી તું ભળી વળી કાવ્યમાં
કૄષ્ણ તું જગતે વસ્યો માત્ર રૂડી રાધામાં
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો