મંગળવાર, 12 માર્ચ, 2019

હું પ્રક્રુતિ પર્ણ પ્રસુતિ- કોન્સટન્ટ સર્વેલન્સ


ગીફ્ટ ડ્રોપ્સ ફ્રોમ સ્કાય
સ્નોફ્લેસ્ક ઓફ મર્સી ફ્રોમ સ્કાય

મેઘધનુષ્યને લાગે ભોંઠપ
જોઈ ફૂલોના રંગોમાં

પહેરી પાંખો ઉડે સ્વપનિલ
સૌંદર્ય કેશીની મોહિનીમાં

રણકી ઉઠે  નૂપુર પાયલે
પડતા શેરડાં શર્મિલા ગાલમાં

હું પ્રક્રુતિ પર્ણ પ્રસુતિ,
વસંત વાવુ ફળિયામાં

રંગ બહાર ને બાગ પુષ્પના
સંગીત વાવું કર્ણમાં

છલક છલક છલકાંઉ
ગગરી થનથન આંગણમાં

નાચુ ભૂલાવું ઉમ્ર ચુરાવું
સમજણ વાવું જીવનમાં
----રેખા શુક્લ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો