કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
રવિવાર, 26 ફેબ્રુઆરી, 2017
ઘર ભર્યું પિંજર ની !!
ત્યાગના તોરણે અફવા ઉડી પિંજર ખુલ્યાની
સરનામું એજ માસુમ છે પિંજરે ફર્યા ની ..
....ના ઘર ભર્યું પિંજર ની
ઉડ્યું ઘાયલ તરફડી વાત પછી મર્યાની
ઘટના ઘટી રે પંખી ના હર્યાભર્યા ઘરની..
...હા, ઘર ભર્યું પિંજર ની
ઉગે છે તરસનો સૂર્ય રોજ તે જ દિશા ની
વાત 'હુંપણે" નહીં ટોળે જઈ ભમવાની...
...મા ઘર ભર્યું પિંજાર ની
---રેખા શુક્લ
ગુરુવાર, 9 ફેબ્રુઆરી, 2017
શુક્રવાર, 13 જાન્યુઆરી, 2017
પંખી તો દેખાય
ક્ષેમકુશળ પંખી તો દેખાય છે ને અહીં
મૂકું દોટ તોય માતૄભૂમિ મળશે નહીં
ડુસ્કાં પર કાગળ પેન રાખ્યા ને અહીં
શબ્દો ય રડે ટપકી, અક્ષર જડે નહીં
ક્ષિતિજ નો આભાસ આપણાં જ મહીં
ધરતી કોઈ 'દી આકાશને મળે નહીં
જિંદગી ચોપાટે પ્યાદા તું ને હું અહીં
પ્રિયે જીતીશું આપણે સ્વજન છે નહીં
----રેખા શુક્લ....
ગઢની કાંગરીએ ટહુકી રે ગઝલ
ખોલ બારી આભે ચહેકી રે ગઝલ
---રેખા શુક્લ
ગુરુવાર, 12 જાન્યુઆરી, 2017
અવસર દિલનો દિપાવાની ઘડી...
રશ્મિ મળી છૂપી ચિંતનમાં ઘડી શુભ શમા ની છે
સુગંધ ભળી રહી અંતરમાં અંત ઘડી ઉડવાની છે
પરી ને હીરો ની વાત નથી શરૂ વાર્તા થવાની છે
પ્રાણી મટી માનવી થાય તે વાત શરૂ કરવાની છે
ઉગે જો પાંખ ખ્વાબો ને જીવંત સ્વપ્નની વાત છે
શોભા ફૂલોની તૄષા પ્રેમલતા સંગાથીની અહીં છે
માયા ખામોશ શબ્દોની કથા ટૂંકી થવાની અહીં છે
છલકે અશ્રુધાર તો ય સંબંધો સૂર્યમુખીની જ છે
....રેખા શુક્લ**
રાત ને છે વળી ટેવ સૂવાની
ટૂંટિયું વાળી ચંદ્ર ને જોવાની
---રેખા શુક્લ***
પાગલ તારલાં તરે અંબર ચૂનર
પકડીપવને ઝૂલવાની ચાંદની
---રેખા શુક્લ ****
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)