કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
શનિવાર, 9 નવેમ્બર, 2013
ગુરુવાર, 7 નવેમ્બર, 2013
શબ્દોના અડપલાં સહું છું
અટકતા ખટકતા ધીમી ડગલીઓ માં ભમું છું
નયન થી પત્તા ફરે બુક માં તપે આંસુ વહુ છું
લખું કે વાંચુ અરથ થઈ અક્ષર વચ્ચે ભમું છું
ટાંચી પથ્થર કોતરી, ખોદાઇ જો કઈ કહું છું
ધડકન બંધ કરતી લાગણીઓમાં જો ફરું છું
તું આવી ભુલો પડ્યો સમજમાં ગુંચવાયો છું
હસ્યા કરે જખ્મોં, બીજાના ગુન્હેં જો સરું છું
---રેખા શુક્લ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)