કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
ગુરુવાર, 9 ફેબ્રુઆરી, 2017
શુક્રવાર, 13 જાન્યુઆરી, 2017
પંખી તો દેખાય
ક્ષેમકુશળ પંખી તો દેખાય છે ને અહીં
મૂકું દોટ તોય માતૄભૂમિ મળશે નહીં
ડુસ્કાં પર કાગળ પેન રાખ્યા ને અહીં
શબ્દો ય રડે ટપકી, અક્ષર જડે નહીં
ક્ષિતિજ નો આભાસ આપણાં જ મહીં
ધરતી કોઈ 'દી આકાશને મળે નહીં
જિંદગી ચોપાટે પ્યાદા તું ને હું અહીં
પ્રિયે જીતીશું આપણે સ્વજન છે નહીં
----રેખા શુક્લ....
ગઢની કાંગરીએ ટહુકી રે ગઝલ
ખોલ બારી આભે ચહેકી રે ગઝલ
---રેખા શુક્લ
ગુરુવાર, 12 જાન્યુઆરી, 2017
અવસર દિલનો દિપાવાની ઘડી...
રશ્મિ મળી છૂપી ચિંતનમાં ઘડી શુભ શમા ની છે
સુગંધ ભળી રહી અંતરમાં અંત ઘડી ઉડવાની છે
પરી ને હીરો ની વાત નથી શરૂ વાર્તા થવાની છે
પ્રાણી મટી માનવી થાય તે વાત શરૂ કરવાની છે
ઉગે જો પાંખ ખ્વાબો ને જીવંત સ્વપ્નની વાત છે
શોભા ફૂલોની તૄષા પ્રેમલતા સંગાથીની અહીં છે
માયા ખામોશ શબ્દોની કથા ટૂંકી થવાની અહીં છે
છલકે અશ્રુધાર તો ય સંબંધો સૂર્યમુખીની જ છે
....રેખા શુક્લ**
રાત ને છે વળી ટેવ સૂવાની
ટૂંટિયું વાળી ચંદ્ર ને જોવાની
---રેખા શુક્લ***
પાગલ તારલાં તરે અંબર ચૂનર
પકડીપવને ઝૂલવાની ચાંદની
---રેખા શુક્લ ****
સોમવાર, 9 જાન્યુઆરી, 2017
આવતી રે' ઘણી ખમ્મા
અલંકાર સજીને સપના આવ્યા કરે રે ખમ્મા
ચળકાટ સોનેરી ભીતરેથી ઉગ્યા કરે ખમ્મા
દ્વાર ને રાહ જોઈ લાગી ગયો થાક રે ખમ્મા
ફરિ ફરિ ને યાદ ગૂંગળે ફરિયાદ ને ખમ્મા
દટાઈ સગાઈ રૂપેરી અલમારીએ ને ખમ્મા
દીધું નામ કબર અટકતાં શ્વાસ ને ખમ્મા
ટૂકડા કાળજે તાણે ઘુમ્મટ ગઝલને ખમ્મા
કિસ્સો બે દિવાનાનો પ્યાસ અસલી ખમ્મા
----રેખા શુક્લ
ખેંચાઈ ને માણસાઈ ફંટાઈ...!!
સડક મરજી વિના ફંટાઈ
સમજણ નજરુંંમાં જઈ ટકરાઈ
અંગૂઠો ખોતરે માટીમાં છૂપાઇ
મરજી ભરમીને ગઈ શરમાઇ
પથ્થર કરે પાગલ પૂજાઈ
ભાગ્યની ચાદરું ગઈ તણાઈ
નીચી નજરું અંતર વંચાઈ
ઉજાળા સ્મિતે રેખાઓ ખેંચાઈ
----રેખા શુક્લ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)