સોમવાર, 9 જાન્યુઆરી, 2017

ખેંચાઈ ને માણસાઈ ફંટાઈ...!!

સડક મરજી વિના ફંટાઈ
સમજણ નજરુંંમાં જઈ ટકરાઈ

અંગૂઠો ખોતરે માટીમાં છૂપાઇ
મરજી ભરમીને ગઈ શરમાઇ

પથ્થર કરે પાગલ પૂજાઈ
ભાગ્યની ચાદરું ગઈ તણાઈ 

નીચી નજરું અંતર વંચાઈ
ઉજાળા સ્મિતે રેખાઓ ખેંચાઈ
----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો