શનિવાર, 16 નવેમ્બર, 2013

ઉત્તર જડે


નાળિયેળી ચૂમે આકાશે મૌન અડે
આભલિયાં ચૂમે તરંગે રંગો ઉડે
પારેવડાં ચૂમે ગગને  નજરે ચડે
અધર ચૂમે આંખલડીને ઉત્તર જડે
કાવ્ય ચૂમે પંક્તિ અક્ષરે સીમા નડે
----રેખા શુક્લ

તોફાની એ આવી ત્યારે ....


વાયરો જો વાયો પડઘાયો માત્ર લેશ
તોફાની રમખાણ  અડકી ગયો મેશ
કેહજો ઉભા કરેલ પર્વત ને જઈ શેષ
વરસતી અસ્પર્શ વાદળી ધરીને વેશ 
---રેખા શુક્લ

એને મળવા હું આખી જિંદગી તડપતો હતો,
એ આવી ત્યારે હું લાકડું થઈ સળગતો હતો..
---રેખા શુક્લ

ગુરુવાર, 14 નવેમ્બર, 2013

રાહ નિગલતી હૈં.....


મુજકો કરું મૈં યાદ તો આહ નિકલતી હૈં
રબ્બા કરે અબ ખૈર કે જાન નિકલતી હૈં
તુજકો કરું મૈં યાદ તો વાહ નિકલતી હૈં
બેવફાઈ કરતી જાન  રાહ નિગલતી હૈં
---રેખા શુક્લ


શમ્મા બુઝતી હૈં ચિરાગ ના જલાયા કરો તુમ
યે દર્દ કી ના દવા કોઈ ના દુઆ કરો તુમ !
---રેખા શુક્લ

બુધવાર, 13 નવેમ્બર, 2013

જિંદગી


ચલવી ચલવી ને થકવી નાંખે આ જિંદગી
પલળ્યા ના પલળ્યા પગ ને ડૂબે જિંદગી
સલાહ દે સૂરજ આજવાળોને આ જિંદગી 
ઉઠો જાગો સની ડીસ્પોઝીશન છે જિંદગી
----રેખા શુક્લ

સોમવાર, 11 નવેમ્બર, 2013

આંખો ભીનાશમાં

     


સંચર્યા કરે આંખોમાં
     ધારણાઓ પાંખોમાં
કિનારાના ભીના પથ્થરો ભીનાશમાં
કસાયેલી પાંખ વિહરે અવકાશમાં !
     સુખ ની દોડ આંખોમાં
     ચિંતાની ચિતા પાંખોમાં
નિરાશી દરિયાના ટીપા ખારાશમાં
નદી પર્વતી ભાષા છે ગુંજાશમાં !
----રેખા શુક્લ

લગાવ નોખો ઉઠાવ



મળવા આવે ખુદ થઈ ખુદા ને આવ-જાવ દઈ ગયો
સપાટી એ સ્પર્શ થઈને ખુદ હાવ ભાવ દઈ ગયો !!

થોડો પ્રભાવ ને થોડો લગાવ નોખો ઉઠાવ દઈ ગયો
લેવા ને દાવ થોડો ઉતાર કપરા ચડાવ દઈ ગયો !!
---રેખા શુક્લ

માટી ની દાઝ


શ્વસુ ક્રિયા થકી લીલુછમ પ્રિતમ થકી
દિવ્ય પ્રિયા થકી વહું છું શિવમ થકી 
---રેખા શુક્લ


માટી ની દાઝ પાર વરસ્યો હરખાઈને
ફળિયાને સાંજ પડી લપટ્યો અકળાઈને
---રેખા શુક્લ