રવિવાર, 21 જુલાઈ, 2013

કણી પડતી આંખમાં...

શાયરનું ખ્વાબ અધુરં ચૌધવી કા ચાંદ કહી ગયું
એક તણખું જોબ -તુજ જીવન બની રહી ગયું

એક આંખ નો કાંટો જગતે પત્ની બની રહી ગયું
એક તણખું ભુલકું શાણું જીવન થઈ ગયું....!!

હું ને તુજ નો માળો જીવન જો બાગ થઈ ગયું
દાણો દાણો લઈ ગયું મલકતું ગાડુ ભળી ગયું

દોડી દોડી પગરીક્ષા પણ ઘોડા ગાડી રળી ગયું
ભાભી કેહતી વિકટોરીયાં માં મન એનું છળી ગયું

ધુંઆ કાઢતી છુક્છુક કરતી રેલગાડીએ ચડી ગયું
કણી પડતી આંખમાં...બારી એ નજરું થીજી ગયું

ઉપર બેઠી તું પડી હજુ કપાળે નિશાન રહી ગયું
યાદ કર બસમાંથી પડી નિશાન ઢીંચણને મળી ગયું

જેના સહારે જીવન સોંપાણું વ્હાલ જો ભુંસાઈ ગયું
કરજોડ્યા તુજથી બાળક તારું જ છીનવાઈ ગયું

બીજું આવ્યું કે ગયું પ્રેમ દેખાડી ડામ દઈ ગયું
કરમ કહાણી પ્રભુ કૄપાએ રસ્તે રઝળી કળી ગયું
--રેખા શુક્લ

ભુલકું છે કે આયનો..?

લતા થઈ કવિતા વળગે ને તું જાઈ નું ફુલ લતા ને વળગે...
કંઈ રીતે રહું તુજ થી હવે અલગ...? 
નથી જાણવો ઇતિહાસ અક્ષર નો નથી આવડતો છંદ- પ્રાસ નો...
હા જ્યાં જોઉ ત્યાં તું ને તું...
ચલ ને હોડી માં દરિયા કિનારે વળગી લઈએ...
વીરડો ઉલેચી તરસ છીપાવીએ...
જો કે વાગ્યા ઘરણી ને ક્રુર ઘા છે ...
તેના અશ્રુ ખોળી લઈએ....
સમંદર જાયન્ટ કબુતરુ ઘુઘવાયા કરે ઘું ઘું કરતું
આ કમ્પ્યુટર મહી ચગળ્યા કરી કવિતા પ્રદક્ષિણા કર્યા કરે ....
ઓળખાણ ની ઉંડી ઉંડી ખાણ...
તને પણ લાગે ઉભરાયા કરે...
હરખના આંસુ નદી થઈ જોને વહ્યા કરે...
ને ખંજન ખાબોચિયે તુજ વ્હાલ ભરે.. 
નાનું ભુલકું હાસ્યની છોળો માં મલકાયા કરે..
ફરી જો ભુલકું છે કે આયનો..? 
ચિત્રપટ ખોળો ખુંદયા કરે...
હું માં તું ભળ્યા કરે....
વ્હાલ મારું છબછબિયે મ્હાલ્યા કરે..!!
----રેખા શુક્લ

રાત દિવસ

કાંટો ભરી રાહ પર ચાલ્યા કર રાત દિવસ
બધી જીન્દગી ની અડચણો દુર રાત દિવસ
મને હતું જ તુજ મા રહેઠાણ ના રાત દિવસ
બોલે દિવાની જ્યોત કિસ્મત રૂંવે રાત દિવસ
રૂબરૂ મળાવા માંગ્યા ઘાંવને લઈ રાત દિવસ
વૈશીલી ભરી હાસ્યની સીમા સંબંધ રાત દિવસ
બેનામ થઈ ઘુંટાઈ ગઈ સાંકળ પગે રાત દિવસ
ચારણીમાં ભોંકાયા શુળ આરપાર રાત દિવસ
જંમીન હ્રદયની ભીની રહી તોયે રાત દિવસ
સળગતી રહી જિંદગી દિલ વિરાન રાત દિવસ
જ્યાર થી જીદમાં ગિરફતાર પ્રેમ રાત દિવસ
અર્ધ ખિલ્યા ગુલાબ બંધ આંખે ખુલ્યા રાત દિવસ
ધુંઆ વગરની જિંદગી ભરની આગ છે રાત દિવસ
----રેખા શુક્લ

દડદડે ઉદાસી ની ડાળે.....!!

સર્વસ્વ થઈ ગઈ યાદોની આવન જાવન રહી ગઈ
અધીરાઈ ની ગહેરાઈ ના માપ્યા કર 
સાગર તટે ઇંતજારમાં શિલા ના થઈ જાંઉ
પાયલ રણકે ને ચુડી ખણકે
લાગે સાગરની બેચેની થઈ
તારું દર્દ બોલાવ્યા કરે
પલકો અધીર થઈ 
થોડા આંસુઓ એ સપનામાંથી
જગાવી દીધી
તારી વ્યથાનું આવન જાવન 
વધુ એહસાસ કરાવતું રહે
જેને ઢુંઢે છે તે વક્ત-બેવક્ત
શું તારું દર્દ ને મારું દર્દ એક જેવું છે
શું કોઈ ઉંડે ઉંડે ઉંડાણથી
દર્દીલું  રૂદન કરી રહ્યું છે
લે ગિરવે મુક્યું દર્દ પ્રેમ ઉધાર રહી ગયો
આંસુની બુંદબુંદ માળા અટકી લટકી 
દડદડે ઉદાસી ની ડાળે.....!!
......રેખા શુક્લ

શનિવાર, 20 જુલાઈ, 2013

સુસ્ત સપનું...........!!

ટીપું શમણું દડદડી મોટો કરે ખળભળાટ
સમંદર ને  ખુંદીને ફાટી નીકળી છે વાંછટ

મ્રૃગજળ સમી ઝાંખી તોયે કરે સળવળાટ
 અક્ષર અરથની કુંપણે કવિતાનો પરમાટ

પ્રથમ ઉગ્યો સુરજ ને પ્રહર કરે ચળવળાટ
મોજીલુ મસ્તાની ટીંપુ રમતું  આવે ખાટ

સપનું ખાય બગાસું ને કરી દે બડબડાટ
ઉઠ્યું સુસ્ત ચાદર ઢોળી બેઠું જઈ તે પાટ
---રેખા શુકલ 

શુક્રવાર, 19 જુલાઈ, 2013

જળધકેલી શબને કહે.....!!

પરીક્ષા ફોડે પેપર્સ ને ટ્યુશનની રહે ધાપ
તૂટેલા તનની તસ્દીમાં ગળ્યા કરે માપ

ઘરમાં નિંદર લે સપનાંની ઉંડી રહે છાપ
ઉંડા ઉંડા ખાડા ને જળ પુરી મુકે કાપ

જળધકેલી શબને કહે નથી તારી ધાપ
જલ્યા કરે ઉભા ઉભા પાણીના નાપ
---રેખા શુક્લ

પુષ્પનો પગરવ......!!!

અર્થ ના આકાશમાં વાદળીએ વળગી કવિતા
મન વગર ચર્ચાયા કરે તાજી માજી કવિતા

કઈ રીતે કુદી જાંઉ વાતુ કરે મુખોમુખ કવિતા
નાજુક તબક્કામાં પ્રવેશતી રહે જઈ કવિતા

દિવાનખંડ ની શોભા પુષ્પનો પગરવ કવિતા
ધુમાડો ચીતરે કાગળિયામાં દિલે કવિતા

અક્ષરે અક્ષર બરફ તું નીરખે આરઝુ કવિતા
હૈયું થરથરે છે અડ્ડો જમાવી બેઠી કવિતા

ગુજરાતની આરસીએ હવે ઝોંકે ચડી કવિતા
છલોછલ સુરાહી બંધ કરી પીવાતી કવિતા
----રેખા શુક્લ