શનિવાર, 25 મે, 2013

છોલાતી કુંપણો ....!!!!!

અતીતની આંગળી પકડી 
વરસી નજર ઘડી ઘડી
---રેખા શુક્લ 

કાંટોથી છોલાતી કુંપણો ગુલાબ ની 
સોયું ભોંકાતી મુજમાં ને
 લાગણીના ફુલ ખીલતા તુજમાં
---રેખા શુક્લ

ઉંઘે સપનું જાગતી આંખે રોવાનું ...
ઉપવનમાં ભાગતી પાંખે રોવાનું....
--રેખા શુક્લ

આપણી નજરને જઈ લાગી નજર કોઈની
વહયું ઝરણું આંખે ગહેરાઇ માપે કોઈની  !
...રેખા શુક્લ

મોતી

દાદા ના દાંત નું પડવું 
આવ્યું હતું બોખું હસવું
દાઢ આવે હાથનું મુજથી
દાદા ને જઈ કેહવું...!
આવે તોયે દુઃખે જાયે તોય દુઃખે ....
આવી ગઈ છે 'ટેકનો' હવે "ફેક" લગાવો 
કંઈ ના દુઃખે ચબરાક ચીકુ નું કેહવું
વાંછરડી ને લઈ ને જાતી સંતુડી
નું જા જા કહી ને ખસવું 
શેરડી કાપી દાંતે ને હસવું
દાડમડી ના દાણા મોતી
દાણા દાણા હસ્યાં પ્રકાશી 
--રેખા શુક્લ

સુહાની

હુ ફ્રોઝન મુજ માં ને અક્ષરો પાણી પાણી....હવે કવિતા કરવાનુ બંધ કર ચાલ ને ભીના ભીના ઘાસ માં ....જો ને ત્યાં પાણી માં તરતાં હંસલા...ઓકેઓકે ચાલ રે સખી તું મને નહીં છોડે...લગ્ન પછી બન્ને દૂર દૂર વસ્યા પોતપોતાની દુનિયામાં જઈ ખોવાયા....સુહાની ને ત્યાં બે બાળકો જનમ્યા ૩ વર્ષ નો ગોળમટોળ જય ને ૭ વર્ષની ચાંદની...લગ્નજીવન માં બધુ સમયસરને અનુકૂળતા પુર્વક ચાલતું હતું....એક દિવસ ચાંદની સ્કુલે થી પાછી આવી ત્યારે ખુબ તાવ હતો બાજુના પડોશ માં રેહતા ડો. મેહતાએ દવા લખી દીધી થોડું સારુ લાગ્યું પણ ૩ દિવસપછી પણ તે જ શિકાયત...ને ખાવાનું કઈ નામ ના લે...ખુબ અશક્તિ આવી ગયેલી...હવે હોસ્પિટલે દાખલ કરવી પડી...નિષ્ણાંતે આવી ને નિદાન કર્યું ને કહ્યું તેની કીડની ફેલ થઈ રહી છે....એક મિનિટનો પણ વિચાર કર્યા વગર સુહાની બોલી મારી લઈ લો..જલ્દી કરો..! ચાંદની બચી ગઈ...છ મહિના માં જય માટે પણ આ જ પ્રશ્ન ઉભો થયો...હવે...હવે શું કરવું? હે ભગવાન તારે મારી કસોટી જ કરવી છે...! સુહાની ના પતિ શ્યામ કહે તું ચિંતા ના કર...બધુ સરખું થઈ જશે. પણ ત્યાં તો ફરી.... ચાંદની ની તબિયત ખરાબ ...ડો. કહે છે તેની 
પણ કીડની ખલાસ ....એક પિતાની મોટી વિટંબણા પોતાની કીડની આપી ને પોતાના કયા બાળકને બચાવવું? કપરી કસોટી-વિપતના વાદળા- શું લેવો નિર્ણય..?? ચાંદની ની મિંચાઈ આંખો... પ્રભુ નો ફેંસલો રાખ્યો મંજુર સજળ નૈને ....બાજુ ના ઓરડે મોના ને પણ આવી જ કઈક મુંઝવણ...આવેલા તો ટ્વિન્સ પણ છુટા ન્હોતા...ડો પુછે છે મોના ને બેમાંથી એક જ બચશે જુદા પાડીશું તો...મોના શું નિર્ણય લે? ક્યા બાળકે ને દે રજા ? સુહાની કઈ વિચારે તે પેહલાં ડો. કહ્યું ખુબ દુઃખ સાથે કહુ છું જય ની પણ બન્ને કીડની ફેઈલ થઈ રહી છે આઈ એમ
વેરી સોરી...રડતી સુહાની ને મોના પણ ગળે વળગી પડી ને રોતી રહી...! ---રેખા શુક્લ ૦૫/૨૫/૧૩

ગુરુવાર, 23 મે, 2013

નકાબ મે રેહકર


ખ્વાહિશ ચીજ નહીં મહોબ્બત....નકાબ મે રેહકર ભી દિલ પે કરે વાર
આ ધડકનની તું જિંદગી; રોકી એક સાંસ તો મૌત નક્કી ચુંથાશે
ફરી લળીને શબ્દો મહીં ગુંથાશે મહેશ નામે એક માળા ગુંથાશે
ઇંતઝારમાં કંઈ કવિતા જઈ મુકાશે; એક હાઈકુ મુક્તક મુકાશે
સ્વપ્ન અક્ષરે અક્ષરે શ્વાસે ગુંથાશે; વીણેલાં મણકાં મહીં ગુંથાશે
--રેખા શુક્લ

કલમની નોક.............


કલમની નોક કે નીચે આ ગયા નામ
રૂકરૂક કે ચલે ખ્વાબ છલક રહા જામ
---રેખા શુક્લ

માયુસી કે લમ્હોંમેં હોંસલા દેના
કાગઝ કી કશ્તી કા સમંદરમેં ઉતરના
રૂહ તક નિલમ હોજાતી બાજારે-ઇશ્ક મે
સાંસ મે ઘુંટન બન કે યું લબ્ઝ મેં રેહના
--રેખા શુક્લ

ભાષા નું વહાણ .........!!


કવિતાના ફુલો છાબમાં મુક્યા 
નયન મીંચી વ્હાલમાં ઝુક્યા
ગઝલે આમ શબ્દો રૂક્યા !!
---રેખા શુક્લ


ભાષા નું વહાણ હાલક ડોલક
તરબોળ વ્હાલે કવિતા 
અક્ષરો પાણી પાણી....!!
---રેખા શુક્લ


અસ્તિત્વ ના અરિસે
આલ્બમના આવરણે
યાદોનું ખુલ્લું પડીકું
--રેખા શુક્લ


પવનના અડપલા ગાલ સહ્યા કરે
કેશલટો તોફાની ખંજને રમ્યા કરે
---રેખા શુક્લ


વાંકડીયાળા ભમ્મર કેશે મખમલીયો આભાસ
ભીની ભીની મઘમઘી ફરફરી ઉડે સુવાસ...!
---રેખા શુક્લ


નવાબ ચેહરે તન્હાઈઓનું ખોળિયું...
આવ્યા ત્યારે ઓઢાઈ ચાદર કફની ખોળિયું
---રેખા શુક્લ

આજમાઈશ વાહ વાહ કરે...
ગુલદસ્તે નુમાઈશ કરે 
જા રે ક્યું ફરમાઈશ કરે...!!

---રેખા શુક્લ






રૂક્યા મળી ચુમી લઈ....!!



વળી ગયો મુજ ચેહરે ;લાગ્યો મુજને મળી ગયો !!
અક્ષર થઈ ભળી ગયો; પ્રાસ થઈ ઢળી ગયો..!!
હું અહીં અર્થ રડી ગયો; જરાંક જ્યાં અડી ગયો !!
નડી ગયો કહી ને આખરે; તો પંડ થૈ પડી ગયો !!

---રેખા શુક્લ

....તોય દિલમાં રહી ખુદાની કમી દુર કરે રાજી થઈ....!!

લહેર દોડે પહોંચવા કિનારે; પવન કાપે ચુમી લઈ
આવે ગઝલે ડુમો લઈ ...ટપકી ગાલ ચુસી લઈ
પર્વતનું પ્રેમી ઝરણું ને; વાદળ ગળે લાગે ઝુમી લઈ
ચાંદની નો પ્રેમ ચંદ્ર ;ધરતી હકથી લઈલે ઘુમી લઈ
જા દિવાને તુ ના સમજે; વધ ના આગળ મુજને લઈ
ગુનગુન ભમરો ફુલો કનડે; પતંગિયા ના હક ને લઈ
---રેખા શુક્લ