સોમવાર, 5 ડિસેમ્બર, 2016

ઉગ્યું રૂ લો કૂંપણ ફૂટી


ઉગ્યું રૂ લો કૂંપણ ફૂટી, બરફે કર્યું ડોકિયું 
શું સંતાડીને હરખ્યું, બતકું જઈ ખોવાયું

ખિસકોલીની ફાળ મોટી, બચ્ચું છે ખોવાયું 
ટાઢું ટબુકલુ આભેથી ફસક્યું, ચબુતરે લટકાયું

ટપ ટપ મોતી બાઝી જઈને બર્ફ થકી  ભીંજાયું
ફર ફર ફર ફર વાયો પવન, વૄક્ષ નગ્ન શર્માયું 
---રેખા શુક્લ ૧૨/૫/૨૦૧૬ 

1 ટિપ્પણી:

 1. કૂંપણની સાચી જોડણી કૂંપળ

  ૧. વ્યાકરણ: स्त्री.
  અર્થ: . કળી.

  ૨. વ્યાકરણ: स्त्री.
  અર્થ: . કુમળું પાન; નવું ફૂટતું પાંદડું; નવાંકુર. છે!

  જવાબ આપોકાઢી નાખો