ગુરુવાર, 29 ઑક્ટોબર, 2015

"બેઠક"

કૂમળી કાયા કંચનવર્ણી જો ને "બેઠક" છે આંગણે
પ્રેમની હેલી ને શબ્દો નું ટોળુ "બેઠક" છે પ્રાંગણે

ગમતીલા મિત્રોનો પરિવાર જ "બેઠક" છે આંગણે
ટહુક્યા જ કરે મયુરપંખીણી રે "બેઠક" છે પ્રાંગણે

મેહફિલનું લીલુછમ્મ મેદાન રે "બેઠક" છે આંગણે
પ્રેમી પંખીડાનું ગગન ખુલ્લુ રે "બેઠક" છે પ્રાંગણે 
----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો