ગુરુવાર, 29 ઑક્ટોબર, 2015

દિવાના છે શબ્દો ના અહીં બધા

હૈયે ટાઢક પોઢી છાયા, રોજ આપે એક ગઝલ બેઠકમાં 
મિત્રોના નામ નહીં ગઝલ શબ્દો આશ્વાસન બેઠકમાં 

નખરાળી ને  મિઠ્ઠી મિઠ્ઠી વાતો ને ટાંકવી બેઠક માં 
નંબર-વન જુગલબંધી ને રૂમઝૂમ ચાલ બેઠક માં

પ્રીતમ હોય છે , ક્યાંક ટહુકી ને વણી  ગઝલ માં
દિલના દ્વાર ખોલી નાંખે એક ગઝલ એક બેઠક માં

પાલવડે થી છૂટ્ટા થયા છે મોતીડાં ભેગા  બેઠક માં
પર્વ સંગ આવી અવસર બનવા આવો ને બેઠકમાં

જાય પ્રજવલ્લી શમ્માની અહીં એક ગઝલ બેઠકમાં
દર્દીલા ગીતો મહીં પુષ્પો વેર્યા મેહફિલે બેઠક માં 

શબ્દો ની સરિતા વેહતી ગઝલ નાજુક બેઠક માં
થન ગન નાચે રૂપ-સુંદરી વાતો અહીં બેઠક માં 

મળે છે દિલ થી દિલ અહીં શબ્દો સાથે બેઠક માં
પૂરવાને બેઠક માં પ્રાણ આવી એક ગઝલ બેઠક માં
------રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો