રવિવાર, 31 ઑગસ્ટ, 2014

હળવા થવુ


ખાલી થવું હળવા થવુ આમ ને આમ લાંબા થવું
એફબી માંથી મિત્ર મંડળ ઓછું કરી હળવાશ થવું
લોન-મોર્ગેજ-ભરતા ભરતા જીવનનું ટૂંકાવુ થવું
અક્ષર ફાડી ચિત્ર ઉપજે ભાળ કવિતા નું એક થવું
ફાડો ચિત્ર ને તરે માછલી હા તેનું ભાન ગુંચાંવાનું
ટેન્શન માં રચ્યો પચ્યો ખાસ તુજ થી કૈ ન થવું
બિકિનિ નો લાગે ભાર તો બિંદાસી આભાસ થવું
હોવું થવું મરવું જીવવું આમા સાચે શું શું થવું !
સાપની કાંચળી રઝળે તુજ "સ્પા" નું રોજ થવું
દેહ છોડી આત્મા નું દૂર ક્યાંક સ્વજન નું થવું
ભરે રંગો પેઈન્ટીંગ માં નાજુક સ્મિત ગુંથાવાનું
પાલવ પકડે રોજ લાગણી મિઠુ હાસ્ય નગ્ન થવું
----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો