તારા ના હિંચકાની દોરી ને પુષ્પોનું પારણું
નાચું છમછમ તુજ સંગ ગાલીચા નું આંગણું
લાડ લડાવે પંખીઓ ને સસલું રમતું પ્રાંગણું
બે અક્ષર માં ડગલાં ને હસતુ ઘરનું બારણું
ભીની આંખ ને હોઠે હાસ્ય મન-સરોવર ગાણું
ખીલી ઉઠી વર્ષ-ગાંઠે કલમ જ દરિયો નાણું
કોણ કોનું શેમાં ભળતું? પ્રિત્યું છે ના જાણું
તાણી તાણી ફિલિંગ્સ વાણી તોય કશું ના ભાળું
અમૄત-મેઘ બનીને વરસી પંગંત કાવ્ય માણું
અણબોટી સુંદરતા ના મોતી અર્થમાં વીણું !!
----રેખા શુક્લ ૦૫/૩૧/૨૦૧૪
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો