શનિવાર, 31 મે, 2014

સમય ઠેહરતા નહીં

સમય ઠેહરતા નહીં પર ઉસ્કા હી રહે ઇન્તજાર....
ઉસે દેખ દેખ કરતે રહે ઇન્તજાર...
જિંદગી હો જાયે ખત્મ ઔર મૌત આ જાયે તો બોલતે હૈ કે સમય ખત્મ હો ગયા...
પર જખ્મ ભરતા નહીં તબ સમય ખત્મ ક્યોં નહીં હોતા...? .
....રેખા શુક્લએક કોરે કાળજું ને એક કોરે છે શિલા,
કર્મ એક સરખું કરે છે, જુલ્મી ને શિલ્પી ઉભય;
કિંતુ ધરતી-આભ કેરો છે તફાવત બેઉમાં,
એકનું પથ્થર-હૃદય બીજાનું પથ્થરમાં હૃદય.
- કિસ્મત કુરેશી
• દીકરો તેજસ ૨૦૦૧ ની સાલમાં અમેરિકા ભણવા ગયો ને ૨૦૦૩ માં તો એમ એસ કરી લીધું ત્યારે અમે ખુબ ખુશ થયેલા. નાનો તેજસનો ગોળમટોળ ગાલ ને બ્લ્યુ બાબાસુટમાં હસ્તો ચેહરો
મારી નજર સમક્ષ આવી ગયો ને મારી આંખો ભરાઈ આવી. ૨૦૦૪ ની સાલ માં એક ભયંકર કાર એક્સીડન્ટમાં તેજસ ને ૧૦ દિવસે પહોંચી ત્યારે જોયો..તે સખત ઘવાયેલો...મારું હૈયું ને
અશ્રુ જાણે બધું જ થીજી ગયેલ ...બચવાની પણ કોઈ ઉમ્મીદ નહોતી દેખાતી. ડોકટર મને કહે....એક માં ને કહે તૈયાર રહો ક્યારે પણ બેડ ન્યુઝ મળી શકે છે...ગરદનમાં ૪ મણકામાં ૨૨
ફેક્ચર હતા ને તે વેન્ટીલેટર પર હતો...હું તો પુરેપુરી ભાંગી પડેલી..ભગવાનને પ્રાથના કરતા પણ ન્હોતી આવડતી...મ્રુત્યુંજય ના મંત્ર ચાલુ હતા...અખંડ ચાલુ હતા મારા ગયા ના ચોથા
દિવસે સાંજે ૫ વાગે તેજસ નું હ્રદય બંધ પડી ગયું ...બહાર આવી ડોકટરે કહી દીધું" હી ઇઝ નો મોર" હું ફર્શ પર ફંગોળાઈ ગઈ મને સંભાળવા નર્સ દોડી આવી...થોડીવારમાં બીજા ડોકટરે
આવી ગળામાં હોલ કરી હાર્ટ્માં ઓક્સીજન પુર્યો ને....૪ મિનિટે હ્રદય ફરી ધબક્યું..બન્ને પગ ને હાથની આંગળીઓ લકવાથી જકડાઈ ગઈ......મારૂં દિક કઈ ન સમજે કે વિચારે ..બસ હા
પેરેલાઈઝ્ડ ફોર એવર..હંમેશા વ્હિલચેરમાં જ...ભગવાન તારો લાખ લાખ ઉપકાર તે એને બચાવ્યો છે ને મને પાછો આપ્યો છે..હું ગમે તે કરીશ હું તેની માં છું...અમેરિકા નો મોહ તેજસનો
કે અકસ્માત પુકારતો હતો...!! ભગવાને કંઈક અનેરો પ્લાન કરેલો.આજે ૯ વર્ષથી તેની સેવા એક નવજાત શિશુની જેમ કરું છું આશિષ છે વડીલો ના ને ક્રુપા ઉપરવાળાની તેજસ અમારી
સાથે છે. તેને એક અમેરિકન કંપની માં કામ પણ મળ્યું છે. દરરોજ તેનું કી-બોર્ડ માંડમાંડ ફિકસ કરીને બેસાડું છું તો તેની કંપનીનું કામ દરરોજ કરે છે ને બે હાથ વાળા ના કમાય તેથી વધુ
કમાય છે. ટાઈમસર દવા ને દેખભાળમાં મારો મોટા ભાગનો સમય પસાર થાય છે. મારું અસ્તિત્વ મારો પુત્ર તેજસ...તેજસ્વી તેજસ...સાથે અમે કથાને જીવી રહ્યા છીએ...!
(સત્યઘટના પર આધારિત)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો