બુધવાર, 20 ઑગસ્ટ, 2014

છે નિતનવા માળખાં...રાતરાણી....!!

સમય છે રોજ રોજ બાંધે છે નિતનવા માળખાં...
સમય રિસાય તો પીંખે છે રોજ માળખાં..!!
દિલ ના દ્વારે દસ્તક દે ઝાંઝવા ના માળખાં...
બારી નયને ટહુકી સિવી હોઠ સાંધે માળખાં...!!
----રેખા શુક્લ


રાત વાંચ્યા કરે જીવન ડાયરી...
ને સુંઘ્યા કરે શબ્દો રાતરાણી..
ભીતર નું ટમટમિયું 
લા'વ ઝીણી જલ્યા કરે..
તમરાં રાતરાણી...
સાવ લગોલગ તું આવે 
શ્વાસ માં સુગંઘ ફરે...ચાહત રાતરાણી..
------રેખા શુકલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો