શનિવાર, 7 જૂન, 2014

વિચાર


આ મારો વિચાર છે
જ્યારે બાળક નો જન્મ થાય છે
ત્યારે મા-બાપ નો હરખનો પાર નથી હોતો
અને પાંચ મિનિટમાં તો છોકરાના નામ થી માંડી
તેના છોકરા સુધી ના વિચારો આવે છે...આ મારો વિચાર છે
તે બાળક પછવાડે મા-બાપ ગાંડાની જેમ
તેની બધી જરૂરિયાત પૂરી કરવા મથે છે
ત્યાં સુધી કે તે પોતાની પરવા નથી કરતા
આ અદભૂત ભગવાનની કરામત છે...આ મારો વિચાર છે
બાળકનો પહેલા શબ્દ માટે મા-બાપ તલસે છે
અને જ્યારે તે બોલે છે ત્યારે રાજીના રેડ થઈ જાય છે
નિશાળે જાય અને તેની સફળતા અને નિઃસાસા ને 
તે વાતની ભૂલ અથવા કાબેલિયાત સમજે છે.....આ મારો વિચાર છે
જ્યારે આ બાળક મોટુ થાય છે અને
તેને મા-બાપ ની જરૂરત થોડી અને દોસ્તો ની ઝાઝી
વસ્તુની જરૂરત ઝાઝી ને મા-બાપ ની જરૂરત થોડી 
ત્યાં સુધી કે તેમના દોસ્તો ની આગળ મા-બાપ વધારાના
ત્યારે મને ચિંતા થાય છે કે આ બાળકનું શું થાશે...આ મારો વિચાર છે
મને સવાલ થાય છે કે મા-બાપની ફરજ ક્યાં સુધી
જવાબ મળે છે કે જ્યાં સુધી મરો નહીં ત્યાં સુધી
મને થાય છે કે જે માળી ફૂલનું આટલું ધ્યાન રાખે
તે ફૂલ કદી માળી બની માળીનુ ફૂલ ની જેમ ધ્યાન રાખશે?..આ મારો વિચાર છે
-----મહેશકુમાર શુક્લ (શિકાગો)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો