બુધવાર, 29 જાન્યુઆરી, 2014

ચપટી વરસ્યો ને ભૂક્કે ભૂક્કા


તુ તુ ને હું હું માં રમાતું હુતતત ... તો 
સંબંધોનો ત્રિકોણ લઈ વર્તુળે પિવાય તો..
દેખી લઈએ અવાજ ને કવિતા ઉગે ..તો
કાગળ કોરો વાંચી ને ભીની પાંપણે ભળે તો...
બાકોરૂં કાગળની નાવે કદીયે ના પડે... તો
કુદતા આવે અક્ષરો પગરવ પુષ્પ અડે તો...
--રેખા શુક્લ


ચપટી વરસ્યો ને ભૂક્કે ભૂક્કા
તરસી ભૂખ ને શબ્દો લુખ્ખા
પડતી લાળ ને શ્વાન લુચ્ચા
શ્વાસ મૂક્યા પ્રીયતમે ઝુક્યા
----રેખા શુક્લ

આર્ચ આઇબ્રો લીલી આંખો
ફાયરી આંખો પાંપણે પાંખો
કર્લી હેર ને ગુલાબી હોઠો
અણીદાર નાકે ચુંક નો આંકો
---રેખા શુક્લ

સ્પગેટી ટોપ ને ખુલ્લી કમર
ખંજને લટ ને આંખુ ટશર 
પીડા પ્રસવ મિરેકલ અસર
ચીડીયા ઘર ને પાંખુની કસર
---રેખા શુક્લ

વી સ્ટંબલ એન્ડ ફોલ ....જબ વી મેટ..!!
વ્હેન યુ હર્ટ સો મચ, વ્હેન લાઈટ્સ ગો ડાઉન
યુ સ્પોક ટુ મી વિથ ફ્રેશ ફ્રેન્ડલી ફેઈસ ...
લેટ ધ સોલ શાઈન....વી આર વન...
આઇ ફિલ સો ક્લોઝ ટુ યુ રાઈટ નાઉ...
પાણી ને લાગે તરસ..કમ ક્લોઝ એન્ડ વરસ...!!
---રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો