રમ્ય દ્રશ્યમાં રૂવે ગુમસુમ આંખો પ્યારી
---રેખા શુક્લ
લઈ કૃષ્ણ ને કાંખમાં ને મહેશ આંખમાં
ખરે અશ્રુબુંદ માં સરી શમણાં પાંખમાં
---રેખા શુક્લ
દિવસો જશે ભૂલાઈને વાતો થશે જ્યાં યાદ
વારો પલકના ઝોકાને સૂનો થશે જ્યાં સાદ
વીણીને લાવેલા ફુલ તે મારી ચાલ્યા ની નિશાની છે
મળેલા મા'ણા ના મણકા થકી કવિતાની નિશાની છે
..રેખા શુક્લ
વક્ત ના પડદા પર કંડારાઈ એક છબી
ને પડે બીજા પડછાયા ઘડી બે ઘડી !!
---રેખા શુક્લ
મોરલાની ભેળે હું વાતે ચડી ગઈ
વાવી સપના બરફમાં મહેંકી ગઈ
....રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો